” શ્રી સુરત પાંજરાપોળ-આખાખોળ ” કામરેજ મુકામે ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું

સુરતઃ ગુરૂદેવ પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના પાવન પગલા ” શ્રી સુરત પાંજરાપોળ-આખાખોળ ” કામરેજ મુકામે ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા ગામઠી ડાંગીનૃત્ય, નૃત્યો, અને ગામઠી રંગોલીનો ચમકાર સાથે ગામઠી ઢબે આવકાર, નૈસર્ગિક વાતાવરણની અનુભૂતિ શ્રી સુરત પાંજરાપોળ-આખાખોળ ” કામરેજ મુકામે વિવિધ તક્તિઓનું અનાવરણ તેમજ પશુ ચિકિત્સા ડોમનું ઉદ્ઘાટન ગુરૂદેવના મુખે હિતશિક્ષા તથા પરિવારીક સભ્યો” ની ઓળખાણ આપતો સંગીત-સંવેદના સાથેનો હૃદય સ્પર્શી કાર્યક્રમ સાથે પાંજરાપોળના તમામ સ્ટાફનું બહુમાન ગુરૂદેવના સથવારે સમગ્ર પાંજરાપોળની મુલાકાત લેવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ના પ્રેરણા યુગપ્રધાન આચાર્યસમ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પેરીત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ (સુરત)આયોજીત અને શ્રી સુરત પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત અને શ્રી સુરત પાંજરાપોળ ટ્રસ્ટ ના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.