શારદા મા એકેડમી ખાતે દીક્ષાંત સમારોહ અને વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે યોજાયો

સુરતઃ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખી તેને સ્ટેજ પર પાડવા માટે અને તેમને પ્રોત્સાહિત કરવા માટે 4 માર્ચ 203 ના રોજ શારદા મા એકેડમી ખાતે સત્ર 23 સીનીયર કે.જીનાં વિધાર્થીની દીક્ષાંત સમારોહ અને વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ચોજાયો હતો. વાર્ષિક સમારોહ મા ભક્તિથી માંડીને કૌટુંબિક મૂલ્યો, દેશભક્તિ જીવનમાં પડકારોનો સામનો કરવો, માતા-પિતાનો પ્રેમ, સામાજિક મુદ્દાઓ, સ્વ-બચાવ અને ઘણા બધા વિષયોની સુંદર રજૂઆત થઈ હતી.
શાળાના આદરણીય ટ્રસ્ટીશ્રીઓ તથા મંત્રી સવજીભાઈ પટેલ સંચાલકશ્રી જૈમિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય આમંત્રિત મહેમાન એવા આનંદભાઈ જજાળા (પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત), વિજનભાઈ ઝાલાવડિયા (કોર્ટ મદદનીશ જિલ્લા કોર્ટ, સુરત) તથા સ્મિર્તી જુનેજા (આસિસ્ટન્ટ પ્રોફેસર વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી સુરત મહેમાન તરીકેની અધ્યક્ષતામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીવનના વિવિધ રંગોને ઉજાગર કરવા બાળ પુષ્પો એ જુદી જુદી કૃતિઓ દ્વારા તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા ભક્તિમયથી શરૂ થતા ઉજવણીમાં વિદ્યાર્થીઓના જીવન, સમાજ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓનો સમાવેશ થયો. કાર્યક્રમના અંતમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ જે વાલી મિત્રોએ શિક્ષકોની જેમ કામગીરી કરનાર વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફેક્શનની સૌથી યાદગાર ક્ષણો માતાપિતાને સંબોધન દરમિયાન મુખ્ય મહેમાન દ્વારા સલાહ અને પ્રશંસાના અમૂલ્ય શબ્દો દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. એકદરે વિદ્યાર્થીઓને સફળતાની સફરમાં વધુ સીમાચિહ્નો સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરતી ખુશીની નોંધ સાથે ઉજવણીના સમાપનમાં સંચાલક જમનભાઈ પટેલે તમામ સ્ટફ મિત્રોનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને બાલભવન વિભાગના સોનલબેન તથા આચાર્ય અને ઉપાચાર્યનો આભાર સાથે વિશેષ અભિનંદન પાઠ્ય હતા.