એજ્યુકેશન

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્દ્રશીલ યુનિવર્સિટીએ ફાર્મા ક્ષેત્રે કેમ્પસ-2-કોર્પોરેટ અંતર દૂર કરવા એક્ઝિક્યુટિવ ડિપ્લોમા કોર્સ શરૂ કર્યો

આજના સ્પર્ધાત્મક ફાર્માસ્યુટિકલ લેન્ડસ્કેપમાં, ઘણી વખત સૈદ્ધાંતિક શિક્ષણ અને કોર્પોરેટમાં જરૂરી વ્યવહારિક માંગ વચ્ચે અંતર જોવા મળે છે

અમદાવાદ , ઓક્ટોબર 01, 2024:  ફાર્માસ્યુટિકલ્સમાં વૈશ્વિક અગ્રણી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઇન્દ્રશીલ યુનિવર્સિટી (IU) સાથે સહયોગ કરીને કેમ્પસ-2-કોર્પોરેટ પ્રોગ્રામ (C2CP)ની જાહેરાત કરી છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સમૃદ્ધ કારકિર્દી માટે જરૂરી કુશળતા અને આંતરદૃષ્ટિ સાથે મહત્વાકાંક્ષી વ્યાવસાયિકો પ્રદાન કરીને, ફાર્મા ફિલ્ડ ઓપરેશન્સમાં આ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા કોર્સ શૈક્ષણિક કાર્ય અને કોર્પોરેટ માંગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે તૈયાર કરાયો છે.

આજના સ્પર્ધાત્મક ફાર્માસ્યુટિકલ લેન્ડસ્કેપમાં, ઘણી વખત સૈદ્ધાંતિક શિક્ષણ અને કોર્પોરેટમાં જરૂરી વ્યવહારિક માંગ વચ્ચે અંતર જોવા મળે છે, કેમ્પસ-2-કોર્પોરેટ આજ પડકારને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ખાસ કરીને વિદ્યાર્થીઓ વાસ્તવિક ફાર્માસ્યુટિકલ પ્રેક્ટિસ અંગે ઊંડી સમજ સાથે સજ્જ કરવા માટે બનાવવામાં આવ્યો છે, અને વ્યાવસાયિક ભૂમિકામાં તેઓ જે જટિલતાઓનો સામનો કરશે તેના માટે તૈયાર કરાશે.

અભ્યાસક્રમમાં શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગલક્ષી આંતરદૃષ્ટિને જોડીને C2CP કોર્સ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી જ કોર્પોરેટ ફાર્માસ્યુટિક્લ સેક્ટરમાં ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનાવે છે. સ્નાતકો માત્ર એક્ઝિક્યુટિવ ડિપ્લોમાં જ નહીં મેળવે, પરંતુ ઝડપથી વિકસતા ઉદ્યોગના વલણ, નિયમો અને નવીનતાઓ સાથે જરૂરી જટીલ કૌશલ્યો પણ પ્રાપ્ત કરશે જે તેમને ફાર્મા જગતમાં ઉમદા વ્યાવસાયિકો બનાવશે.

ડો. ધર્મેશ જે. શાહ (પીએચડી), પ્રોવોસ્ટ (વાઈસ ચાન્સેલર), ઈન્દ્રશીલ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ” અમે ઈન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કેમ્પસ2કોર્પોરેટ પ્રોગ્રામ એ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે વિદ્યાર્થીઓને સતત વિકસતા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી વ્યવહારુ કૌશલ્યો અને કોર્પોરેટ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સાથેનો આ સહયોગ ઉદ્યોગ-તૈયાર વ્યાવસાયિકો માટે એક નવો બેન્ચમાર્ક બનાવશે”.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button