ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અડાજણ ખાતે પ્રિ પ્રાયમરી વિભાગના વિદ્યાર્થી માટે “TRIS JINGLEBASH” પાર્ટી ની ઉજવણી

સુરતઃ આમતો ક્રિસમસનો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યુયર વેલ્કમીંગ પાર્ટી સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે. એનું કારણ સાંતા ક્લોજ એટલેકે આપણાં માટે સારું ઇચ્છતા આપણાં પરિવારજણ બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી સાંતાની અનુભૂતિ કરાવે છે. અને તેજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ન્યુયર વેલ્કમીંગ માતા-પિતા ને વિશ્વફલકની ખુશીની અનુભૂતિ કરાવે છે. આવીજ અનુભૂતિ “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” ના CBSE તેમજ GSEB ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિ-પ્રાઇમરી વિભાગના બાળકો ને થાય તે માટે શાળાના કેમ્પસમાંજ તારીખ 28/12/2024 ને શનિવાર ના 450 થી વધુ પ્રિ-પ્રાઇમરી ભૂલકાઓ માટે “TRIS JINGLEBASH” પાર્ટી(ક્રિસમસ અને ન્યુયર વેલ્ક્મીંગ સેલિબ્રેશન) ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના નાનાભૂલકાં અને તેમના શિક્ષકમિત્રો શાળામાંજ રાત્રિ રોકાણ (NIGHTOUT)નું આયોજન કર્યું હતું.આ આયોજનમાં નાના ભૂલકાંઓ માટે શાળા કેમ્પસમાજ JUMPING (જમ્પિંગ),કાર્ટૂન કેરેક્ટર, , DJપાર્ટી, રેમ્પવોર્ક, સેલફી ઝોન, ટેન્ટ હાઉસ, ફાયરકેમ્પ, લાઈવ પ્રફોમિંગ, સ્કાઇ ગેજેગિંગ, ફાયરક્રેકર શો,મૂવી શો જેવી પ્રવૃતિનું આયોજન કર્યું હતું.
આ તમામ એકટીવીબાદ આ નાના ભૂલકાંઓ તેમનાજ મિત્રો અને શિક્ષકમિત્રો સાથે શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું આ એજ જગ્યા હતી. જેમાં આ તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃતિ કરતાં હોઈ છે. અને બીજા દિવસે એટલે કે તારીખ 29/12/2024ને રવિવારની સવારના આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા. પણ વાસ્તવિક્તા એ હતીકે આ ભૂલકાંઓને ઘરે જવુંજ નહતું કારણકે તેમણે તો શાળાના સાંતા એટલે કે તેમના શિક્ષકો સાથેજ રહેવું હતું.
આ પ્રવૃતિ પાછળનો મુખ્ય ઉદેશ આજના આધુનિક અને વર્તમાન યુગમાં મોબાઈલ ટેક્નોલૉજીની ખરાબ આદત થી વ્ય્શની બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે અને તેમના બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે જજૂમી રહ્યાં છે. આથી શાળાના મેનેજિગ ડારેક્ટર કિશનભાઈ માંગુકિયા અને કેમ્પસડાયરેકટર દ્વારા શાળાના CBSE,GSEB ,GUJMEDના આચાર્યગણ અને પ્રિ-પ્રાઇમરી વિભાગના મેંટર કામિની પટેલ,સંગીતા ચાહવાળા,ધૃતિ માધવની,કીમ્મી મેહતા અને તેમની શિક્ષકો ટીમના સભ્યો એ આ બાળકોને તેનું હાસ્ય(સ્મિત) તેની કલ્પના શક્તિ,તેમણે જોયેલા સ્વપ્ન ભેટ સ્વરૂપે આપવા માટે તેમજ આ નાના ભૂલકાં પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ,ટીમ બિલ્ડીંગ, ઉપરાંત વિચારશીલ ની સાથે સાથે સારી બાબતો શીખે તે માટે “TRIS JINGLEBASH” પાર્ટી(ક્રિસમસ અને ન્યુયર વેલ્ક્મીંગ સેલિબ્રેશન) ની ઉજવણી નું આયોજન છેલ્લા ૧ મહિનાથી કરી રહ્યા હતા.
અડાજણ અને જહાંગીરાબાદએરિયામાં “ધ રેડીયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ” ના આ નવતર પ્રયોગને વખાણ્યો હતો અને તે એ અંશે સફળ રહ્યો કે શાળાના ભૂલકાંઓના માતા-પિતા એ તેમના બાળકોમાં જોયેલ આ પરીવર્તનને ગર્વની સિદ્ધિથી જોઈ ગદગદિત થઈ ગયા હતા. અને આ તમામ પ્રવૃતિ માટે શાળા પરિવારનો અને શાળા મેનેજમેંટ નો આભાર માન્યો હતો.