LPS ગૃપ ઓફ એજયુકેશનની વિવિધ શાળાઓ દ્રારા વાર્ષિકોત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ, શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં

LPS ગૃપ ઓફ એજયુકેશનની વિવિધ શાળાઓ દ્રારા વાર્ષિકોત્સવ અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વિશ્વ સમાજ આજે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલ છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ, વ્યસન, ટ્રાફિક, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે.
ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો અધર્મ તરફ વળી રહ્યા છે જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ, શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.
વરાછા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી ગોજીયા, ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ઝાલા, કોર્પોરેટર જયાબેન વરીયા, રૂપાબેન પંડયા , ફાયર એન્ડ લાઈટ વિભાગના વાઈસ ચેરમેન નરેન્દ્રભાઇ પાંડવ, પી.પી સવાણી ગૃપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, લાઇફ મોલ્ડીંગ એકેડેમીના સ્વપ્નદ્રષ્ટા ડૉ. સંજયભાઈ ડુંગરાણી, એલ.પી સવાણી ગૃપ ઓફ સ્કૂલસના વાઈસ ચેરમેન ધર્મેશભાઈ સવાણી, ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા, વિનોદભાઈ ગોલકીયા, વર્ષાબેન શેટા, ક્રિષ્નાબેન ખેની, કૌશલ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી પરબતભાઇ ડાંગસીયા, ઉદ્યોગપતીઓ દેવરાજભાઈ મુંજાણી, મોહનભાઈ મુંજાણી, દિલીપભાઈ ઊંઘાડ, કિરીટભાઈ પટેલ, ભરતભાઈ જસાણી, વિઠ્ઠલભાઈ ધામેલિયા, લવજીભાઈ નાવડીયા
તેમજ એલ.પી સવાણી ગૃપ ઓફ સ્કૂલસના વાઈસ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી, ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા, વિનોદભાઈ ગોલકીયા, વર્ષાબેન શેટા, ક્રિષ્નાબેન ખેની , સંસ્કાર ભારતીના ટ્રસ્ટી જગદીશભાઈ ઇટાલિયા, સમગ્ર કાર્યક્રમમાં LPS ગૃપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શૈલેષભાઇ સવાણી, શાંતાબેન સવાણી, શ્રેયાબેન સવાણી, એડમીન કલ્પેશભાઇ પટેલ, આચાર્યો રસીકભાઈ ઝાંઝમેરા, અશોકભાઇ ધામેલિયા, દિનેશભાઇ લીંબાચિયા તેમજ વિવિધ બ્રાંચોના સુપરવાઈઝરો, શીક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.