ધર્મ દર્શન
“પુરવા સુહાની આવી રે” સિંજારા ઉત્સવનું આયોજન
સુરત, સાવનની હરિયાળી તીજ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં “પુરવા સુહાની આવી રે” સિંજારા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાન ઉર્મિલા મહેશ અગ્રવાલ અને ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગી અને અન્ય પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા શાખાના સભ્યો દ્વારા શિવ-પાર્વતી વિવાહની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને વિવિધ પ્રાસંગિક લોકગીતો, દેશભક્તિ ગીતો અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલાઓ પરંપરાગત પોશાક પહેરીને આવી હતી. આ પ્રસંગે મહિલા શાખાના પ્રમુખ સુધા ચૌધરી, ઉપપ્રમુખ શાલિની કાનોડિયા, સેક્રેટરી રાખી જૈન સહિત અનેક સભ્યો હાજર રહ્યા હતા.