ધર્મ દર્શન
શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું
મહાપૂજામાં વિશેષરૂપે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો
સુરતઃ શ્રી કલ્પતરુ રાજરત્ન જૈન સંઘ દ્વારા મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુનિસુવ્રત સ્વામી ભગવાનના જીવનચરિત્ર વિશે વિશેષ રૂપમાં 5 સ્ટોલ બનાવી સંઘના 30 બાળકોએ ભાગ લીધો હતો. પ્રભુની અંગરચના સોના- ચાંદી, કેસર જેવા વિશેષ ઉત્તમદ્રવ્ય દ્વારા કરવામાં આવી હતી.
આ મહાપૂજામાં વિશેષરૂપે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ ફૂલો કલકત્તાથી મંગાવાયા હતા. સાથે ઘઉંલી રંગોળી અને પ્રોપ્સથી શણગાર કરાયો હતો. આ મહાપૂજામાં 3300 જેટલા ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શેરડીનો શણગાર, ફૂલોની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. વોર્ડ નં. 11ના કોર્પોરેટર કેતન મહેતા, તથા ભૂતપૂર્વ ડે. મેયર નિરવ શાહ જેવા જૈન આગેવાનોએ આ મહાપૂજાની વિશેષ નોંધ લીધી હતી.