એજ્યુકેશન

રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ગર્લ્સ સ્ટુડન્ટ્સે ઇન્ટર-સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

સુરતઃ ફાઉન્ટેનહેડ શાળા સંચાલિત બહેનોની અંદર-૧૫ આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટ, તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ને શનિવાર દરમ્યાન ફાઉન્ટેનહેડ શાળા ખાતે જ યોજવામાં આવેલ હતી. જેમાં ભેંસાણ રોડ, ઉગત-કેનાલ, રેડિયન્ટ સર્કલ પાસે, જહાંગીરાબાદ, સુરત- ૩૯૫૦૦૫ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની બહેનોની ટીમે ભાગ લઇ રજત પદક પ્રાપ્ત કર્યું હતું.

આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ફૂટબોલ કોચ મેહુલ પટેલને જાય છે; જેમણે સિદ્ધિ પામેલ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button