સોનીની ZV સિરીઝમાં સૌથી નવો APS-C કેમેરો ગ્રાહકોના આગ્રહવાળી સુવિધાઓ અને અપડેટ્સ લાવે છે
સુરત: સોની ઇન્ડિયાએ ZV-E10 II લોન્ચ કર્યો છે, જે ZV-E10 કેમેરાની બીજી પેઢીનો છે. સોનીની ZV કન્ટેન્ટ ક્રિએશનની શ્રેણીમાં મૂળ ZV-E10 મૂળમાં APS-C કેમેરો છે, જે કોઈપણ સ્તરના કન્ટેન્ટ સર્જકો માટે સરળ, કોમ્પેક્ટ અને બહુમુખી કન્ટેન્ટ તૈયાર કરવા માટે બનાવાયેલો છે. નવું ZV-E10 II સર્જકોને ગમતી સુવિધાઓ, જેવી કે ક્રિએટિવ લૂક્સ, પ્રોડક્ટ શોકેસ સેટિંગ, બેકગ્રાઉન્ડ ડિફોકસ ફંક્શન અને વેરી–એંગલ ફ્લિપ સ્ક્રીન તો જાળવી જ રાખે છે, એ ઉપરાંત તેમાં વધુ ઉત્કૃષ્ટતા છે અને વપરાશમાં સરળ રહે છે.
ZV-E10 IIનું આંતરિક હાર્ડવેર તેના પુરોગામી કરતા ઉન્નત છે. તેને 26-મેગાપિક્સેલ (MP) (અંદાજે અસરકારક) Exmor R™ CMOS સેન્સર અને સોનીના નવીનતમ BIONZ XR™ ઇમેજ પ્રોસેસિંગ એન્જિન સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ મોડલના થોડા વધારાના અપડેટ્સ કરવામાં આવ્યા તેમાં સુધારેલુ ઓટોફોકસ અને વિડિયો કેપ્ચરિંગ ક્ષમતાઓનો: સિનેમેટિક વ્લોગ સેટિંગ[1], નવું વર્ટિકલ ફોર્મેટ યુઝર ઇન્ટરફેસ (UI), લાઇવ સ્ટ્રીમિંગ અને ડેટા ટ્રાન્સફર સરળતાથી થઈ શકે એ માટે લાંબો સમય ચાલી શકે તેવી સુધારેલી વધુ ક્ષમતાવાળી Sony Z બેટરીનો સમાવેશ થાય છે. કેમેરો કદમાં નાનો અને વજનમાં હલકો છે, અને લગભગ 377 ગ્રામ[2] વજન સાથે, કન્ટેન્ટ નિર્માતાના હાથમાં સરળતાથી ફિટ થઈ જાય છે.
વધુમાં E PZ 16-50mm F3.5-5.6 OSS II (SELP16502), કદમાં નાની APS-C પાવર ઝૂમ લેન્સ પણ અલગથી અથવા ZV-E10 IIની લેન્સ કિટના ભાગરૂપે મળી રહેશે (તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે). અપગ્રેડ કરેલી કિટનો લેન્સ વજનમાં હલકો છે અને પ્રથમ પેઢીના મોડલની તુલનામાં વધુ સારુ ઓટોફોકસ (AF) અને વિડિયો પરફોર્મન્સ આપે છે.