સેમસંગ દ્વારા આધુનિક એઆઈ ફીચર્સ સાથે બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટરની સિરીઝ રજૂ કરાઈ
ગુરુગ્રામ, ભારત : ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં તેની નવી બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ રજૂ કરવામાં આવી છે. સ્માર્ટથિંગ્સ એઆઈ એનર્જી મોડ, સ્માર્ટથિંગ્સ હોમ કેર, સ્માર્ટ ફોર્વર્ડ, સાથે કન્વર્ટિબલ 5-ઈન-1, ટ્વિન કૂલિંગ પ્લસ™ અને એક્ટિવ ફ્રેશ ફિલ્ટર+ સાથે બીસ્પોક ડિઝાઈન અને આધુનિક એઆઈ ફીચર્સ સાથે નવી લાઈન-અપ ભારતીય ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળવાનું લક્ષ્ય ધરાવે છે.
સેમસંગની બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર્સ સિરીઝ બ્લેક ગ્લાસ, બ્લેક મેટ, લક્ઝી બ્લેક, એલીગન્ટ આઈનોક્સ અને રિફાઈન્ડ આઈનોક્સ જેવા પસંદગી માટે ઘણા બધા વિકલ્પો સાથે ગ્લાસ અને સ્ટીલ ફિનિશમાં ઉપલબ્ધ છે. સેમસંગની નવી બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર સિરીઝ ત્રણ ક્ષમતા- 396 લિ, 419 લિ અને 465 લિ.માં ઉપલબ્ધ છે અને વધુ સ્ટોરેજ ક્ષમતા, સુવિધા અને સાનુકૂળતા ઓફર કરતાં રૂ. 64,990ની આરંભિક કિંમતે ઉપલબ્ધ થશે.
“રેફ્રિજરેટર શ્રેણીમાં આગેવાન તરીકે અમે કૂલિંગની પાર અમારું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારાં એપ્લાયન્સીસ પહોંચક્ષમતા, અનુકૂલનતા અને સુંદર ડિઝાઈન સાથે બધું જ એકસાથે આપીને રોજબરોજનું જીવન બહેતર બનાવે છે. બીસ્પોક એઆઈ ડબલ ડોર રેફ્રિજરેટર તમારા ઈન્ટીરિયર સાથે સહજ રીતે બંધબેસી જશે. તે આધુનિક એઆઈ ફીચર્સ, બીસ્પોક ડિઝાઈન અને વિશાળ સ્ટોરેજ ક્ષમતાથી સમૃદ્ધ છે, જે ઉપભોક્તાઓને પરફોર્મન્સ, એનર્જી, કાર્યક્ષમતા અને ડિઝાઈનનું ઉત્તમ સંયોજન આપે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર સૌરભ બૈશાખિયાએ જણાવ્યું હતું.