ડુમસમાં કરણી માતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે
વેસુ અનુવ્રત ગેટથી ડુમસ કરણી માતાના મંદિર સુધી પદયાત્રા કાઢવામાં આવશે
સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ડુમસ રોડ સ્થિત રામાયણ ફાર્મ હાઉસ ખાતે રાજરાજેશ્વરી જગદંબમ મા કરણી માતાની 637મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. બજરંગ સિંહ કાવિયાએ જણાવ્યું કે, 36 વર્ષથી શ્રી કરણી માતાના મંદિરમાં ખૂબ જ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. કરણી માતાના મંદિરે દર્શન કરવા માટે તમામ પ્રદેશોમાંથી ભક્તો આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા કરણી માતાની 637મી જન્મજયંતિ 10 ઓક્ટોબરને ગુરુવારે ઉજવવામાં આવશે.
આ પ્રસંગે સાંજે 7:30 કલાકે મહા આરતી, 8:30 કલાકે મહા પ્રસાદ અને 9:30 કલાકે માતાજીના ભજનો થશે. જેમાં કલાકાર ગાયક રાજદીપ ચરણ, મોનિકા લખપત અને વિષ્ણુ જોષી એન્ડ પાર્ટી અનેક ભજનો રજૂ કરશે. કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. દેશનોક નાગરિક પરિષદ ગુરુવારે સવારે 6.30 કલાકે અનુવ્રત ગેટથી પદયાત્રા નિકાળશે, જે ડુમસ સ્થિત શ્રી કરણી માતાના મંદિરે પહોંચશે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે.