કેમ્પસ વિન્ટર 2024 કલેક્શન રજૂ કરવા વિક્રાંત મેસી બ્રાન્ડ એમ્બેસેડર

સુરત: ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથ્લિટિક ફૂટવેર બ્રાન્ડ્સ પૈકીની એક કેમ્પસ એક્ટિવવિયરે ભારતીય અભિનેતા વિક્રાંત મેસીને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. કેમ્પસ અને વિક્રાંત મેસી વચ્ચેનો આ સહયોગ સ્ટાઈલ, વર્સાટીલિટી, અને સેલ્ફ-એક્સપ્રેશનના એક અસાધારણ મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે-આ એવી ગુણવત્તા છે કે જે બ્રાન્ડ તથા અભિનેતા બન્નેમાં ઉત્તમ રીતે સંકળાયેલ છે. વિક્રાંત મેસી પોતાની બહુમુખી ઓન-સ્ક્રીન પર્ફોમન્સ તથા ઓથેન્ટીક ઓફ-સ્ક્રીન ઉપસ્થિતિ માટે ખૂબ જ સારી રીતે જાણીતા છે. ટેલિવિઝનથી લઈને સમીક્ષકો દ્વારા જેની ખૂબ જ પ્રશંસા થયેલી છે.
આ સહયોગ અંગે વાત કરતાં કેમ્પસ એક્ટિવવિયરના સીઈઓ શ્રી નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “વિક્રાંત પોતાની બહુમુખી પ્રતિભા માટે સારી ઓળખ ધરાવે છે. એજે તેઓ એક સન્માનિત વ્યક્તિ છે, જેમની પ્રશંસા એસ્પિરીંગ આર્ટીસ્ટ્સ તથા ખાસ કરીને આજના યુવાનો દ્વારા કરવામાં આવે છે. તેમનું વ્યવહારિક આકર્ષણ તથા વિશ્વસનીયતા કેમ્પસ એક્ટિવવિયરના મૂળ મૂલ્યોને સાકાર સ્વરૂપ પ્રદાન કરે છે.
કેમ્પસ એક્ટિવવિયર સાથે જોડાવા અંગે વિક્રાંત મેસીએ કહ્યું કે, “મારું હંમેશા માનવું રહ્યું છે સ્ટાઈલ એ વ્યક્તિના ખરા વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે.. મને કેમ્પસ સાથે સહયોગ કરવા બદલ ગર્વ છે, જે એક ઘરઆંગણાની ઉત્તમ બ્રાન્ડ છે અને જે દરેક ભારતીય યુવા માટે એક ફેશન સ્ટેટમેન્ટ બનવા માટે સાહસિક પગલું ભરી રહી છે.”