અષ્ટમાચાર્ય કાલુગણી ના પદારોહણ દિવસ નિમિત્તે આચાર્ય મહાશ્રમણજી દ્વારા અભિવાદન
તેરાપંથ કિશોર મંડળ અને કન્યા મંડળે ચૌબીસીનું ગીત ગાયુ
સુરત (ગુજરાત): સિલ્ક સિટી સુરતના ચાતુર્માસ સમયગાળાના બે મહિના પૂર્ણ થયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં સંયમ વિહાર ખાતે ચાતુર્માસ કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘ ના અગિયારમા આચાર્યશ્રી મહાશ્રમણજીની હાજરીમાં હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો દર્શન અને ઉપાસના માટે સંઘરૂપે આવી રહ્યા છે. જેના કારણે સમગ્ર ચાતુર્માસ સંકુલ ગુલઝાર બની ગયુ છે. સાથે જ આચાર્યશ્રીની મંગલ સાન્નિધિમાં અવનવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યુ છે.
બુધવારના રોજ ભગવાન મહાવીર સમવસરણમા ઉપસ્થિત ભક્તોને શાંતિદૂત આચાર્ય શ્રી મહાશ્રમણજીએ અમૃતવાણી નુ રસપાન કરાવતા જણાવ્યું હતું કે ભાદ્રવ માસનો છેલ્લો ભાદરવો શુક્લ પૂર્ણિમા છે અને અશ્વિન માસની પ્રતિપદા એક સાથે છે. ભાદરવ મહિનામાં એવા ઘણા દિવસો છે જેનું આપણા ધર્મમાં મહત્વ છે. ભાદરવ શુક્લ પૂર્ણિમા પરમ પૂજનીય કાલુગણી સાથે જોડાયેલી છે. ભાદરવ શુક્લ દ્વાદશી પૂજ્ય ડાલગણીનો મહાપ્રયાણ દિવસ છે . ભાદ્રવ શુક્લ પૂર્ણિમાના રોજ, પરમ આદરણીય કાલુગણી ને આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આજે આચાર્ય તરીકે પરમ આદરણીય કાલુગણી નો પદારોહણ દિવસ છે. તેઓ લગભગ 33 વર્ષની વયે અમારા ધર્મસંઘ ના આચાર્ય બન્યા. આચાર્ય તરીકેનો તેમનો કાર્યકાળ લગભગ 27 વર્ષ સુધી ચાલ્યો. તેમના આચાર્યકાળના તમામ ચાતુર્માસ રાજસ્થાનમાં હતા, તેમણે હરિયાણામાં માત્ર એક ચાતુર્માસ કર્યો હતો. એ જ રીતે રાજસ્થાન બહાર પણ એકજ મર્યાદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ આદરણીય કાલુગણીની જન્મ શતાબ્દી આદરણીય આચાર્ય શ્રી તુલસીની હાજરીમા છાપર મા ઉજવવામા આવી હતી . અમારા ધર્મસંઘને આઠમા આચાર્ય તરીકે પ્રાપ્ત થયા . તેમના દ્વારા દીક્ષિત બે શિષ્ય આપણા ધર્મસંઘના યુગપ્રધાન આચાર્ય તરીકે પ્રખ્યાત થયા. કાલૂગણી પછી આદરણીય ગુરુદેવશ્રી તુલસી નવમા આચાર્ય તરીકે પ્રાપ્ત થયા અને તેમના પછી, આદરણીય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી દસમા આચાર્ય તરીકે પ્રાપ્ત થયા.
આપણા ધર્મસંઘને આચાર્યોનો ખુબ ફાળો મળ્યો છે. આપણે બધા પરમ પૂજનીય કાલુગણી ની સ્તુતિ અને સ્મરણ કરીએ. તેમણે કરેલા કાર્ય અને તેમના જીવનમાંથી આપણે પ્રેરણા અને પાઠ મેળવતા રહીએ. આચાર્યશ્રીના મંગળ પ્રવચન બાદ સાધ્વીવર્યા સંબુદ્ધ્યાશાજીએ પણ જનમેદનીને સંબોધન કર્યું હતું.
તેરાપંથ કિશોર મંડળ અને તેરાપંથ કન્યા મંડળ-સુરતે ચૌબીસીના અલગ-અલગ ગીતો રજૂ કર્યા હતા.