સુરતઃ તુલસી કલશ યાત્રામાં ભક્તો ઉમટયા, વાતાવરણ ભક્તિમય બન્યું
સમગ્ર વિસ્તાર શ્રી રામના નારા થી ગુંજી ઉઠ્યો

સુરત : શહેરના વેસુ વિસ્તારમાં શ્રી શ્યામ અખંડ જ્યોત સેવા સમિતિ દ્વારા 24 થી 30 સપ્ટેમ્બર દરમિયાન સાત દિવસીય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ, વીઆઈપી રોડ, 22મી સપ્ટેમ્બર રવિવારના રોજ સુરતધામના શ્રી શ્યામ મંદિર ખાતેથી તુલસી કલશ યાત્રા યોજાઈ .જેમાં મહિલાઓ, પુરૂષો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કલશ યાત્રામાં નવસારીના ધરમદાસ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, કલશ યાત્રા દરમિયાન, ચુંદડી પોશાકમાં સજ્જ સેંકડો મહિલાઓ તેમના માથા પર તુલસીના ઘડા લઈને જોડાયા હતાં. શ્રી કૃષ્ણ-રાધા અને શ્રી રામજીની ઝાંખીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તુલશી કલશ યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં તેને જોવા માટે લોકોની ભીડ જામી. આ દરમિયાન સમગ્ર વિસ્તાર શ્રી રામના નારા થી ગુંજી ઉઠ્યો હતો.
યાત્રા વિવિધ માર્ગો પરથી કથા સ્થળે પહોંચી હતી. વિવિધ સ્થળોએ ફુલોની વર્ષા અને ઠંડા પીણા સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા સ્થળે બપોરે શ્રી રામચરિતમાનસના નવહણપરાયણનું પઠન કરવામાં આવ્યું હતું. સાંજે 4 વાગ્યાથી શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો પાઠ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.