સુરત
પ્રિ- નવરાત્રીમાં ખૈલેયાઓના ધમધમાટથી ગુંજ્યુ અવધ યુટોપિયાનું ડોમ

સુરતઃ અવધ યુટોપિયા ખાતે ભાવિન ગરબા ગ્રુપ દ્વારા ગુરૂવારે રાત્રે પ્રિ-નવરાત્રીનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રુપના 1000 ખેલૈયાઓએ અવધ યુટોપિયાના હોલને ધમધમાવ્યું હતું. ટ્રેડિશનલ અને સેમી ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબે ઘૂમતા યુવાનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યા હતા. સાથે જ ટ્રેડિશનલ ગરબાઓના રાસ સાથે સ્ટેપ્સ મેચ કરી ખેલૈયાઓ આ પ્રિ-નવરાત્રીનું પૂરે પૂરું આનંદ લેતા નજરે પડ્યા હતા.