એજ્યુકેશન

ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટીએ 76મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

વડોદરા:- ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટી, વડોદરાએ આઝાદીકા અમૃત મહોત્સવ ની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સિટી કેમ્પસમાં 76મો સ્વતંત્રતા દિવસ ધૂમધામ થી ઉલ્લાસભેર ઉજવ્યો હતો. યુનિવર્સીટીના પ્રોવોસ્ટ પ્રો. (ડો.) અવની ઉમટ એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ત્યારબાદ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની હાજરી માં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

પ્રો. ઉમટ એ પોતાના સંબોધનમાં “આત્મનિર્ભર ભારત” માટે “જન આંદોલન” ની જરૂરિયાત ઉપર ભાર મૂકી તેને સફળ બનાવવા આપણા સૌની સામુહિક જવાબદારી છે તેમ જણાવેલ. વધુમાં, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સને 2047 માં આઝાદીના 100 વર્ષ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના શપથ લેવા માટે યુવાનોને જે હાકલ કરેલ છે તેની યાદ અપાવી હતી અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન ના નારામાં જય અનુસાધન ઉમેરવાની આવશ્યકતાની જે વાત વડાપ્રધાનશ્રી એ કરી હતી તેની સમજ પણ સૌને આપેલ હતી.

દેશને આઝાદી અપાવવા માટે પૂ. ગાંધીબાપુના યોગદાનને બિરદાવીને અન્ય સ્વતંત્રતા સંગ્રામીઓ ને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અંતમાં, યુનિવર્સીટીને NAAC દ્વારા “B” ગ્રેડ ની માન્યતા પ્રાપ્ત થયેલ બાબતે તેમજ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટી ના શૈક્ષણિક સ્ટાફ દ્વારા પ્રસિદ્ધ થયેલ રિસર્ચ આર્ટિકલ્સ અને 2 પેટન્ટ નો ઉલ્લેખ કરીને સૌને બિરદાવ્યા હતા.

સ્વતંત્રતા દિવસ ની ઉજવણીના ભાગ રૂપે પ્રોવોસ્ટ પ્રો. (ડો.) અવની ઉમટ અને રજિસ્ટ્રાર પ્રો. એચ. સી. ત્રિવેદી ની રાહબરી હેઠળ યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્કૂટર રેલીમાં ભાગ લીધેલ હતો અને યુનિવર્સિટીએ ચાર સો થી પણ વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી પર્વની ઉજવણી કરેલ હતી. વધુમાં “History of the Indian Flag”, “Tribute to the Journey of India’s Independence” અને “Partition Horrors Remembrance Day” અંગેની દસ્તાવેજી ફિલ્મ્સ દર્શાવવામાં આવેલ હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોનું ગાન પણ ગાવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર રમતગમતમાં ભાગ લીધેલ હતો.

76માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ની સફળતા માટે યુનિવર્સિટીના એનએસએસ વિભાગ, રસરંગ ક્લબ અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button