એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોર દ્વારા 75 માં સ્વાતંત્ર દિન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
15 ઓગસ્ટ સોમવારના રોજ એલ.પી.સવાણી સ્કૂલ પાલનપોર ખાતે 75 માં સ્વાતંત્ર દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નરેન્દ્ર ભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરતું ‘હર ઘર તિરંગા’ જેમાં અમારી શાળાના તમામ બાળકો તથા વાલીશ્રીઓએ પોતાના ઘરે ધ્વજવંદન કર્યું અને ઓનલાઇનના માધ્યમથી ધ્વજ વંદન કાર્યક્રમને લાઇવ નિહાળ્યો અને સાથો સાથ આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો
જેમાં રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમી મેટ્રો જેમના પ્રેસિડેન્ટ રો. બ્રિજેશભાઈ ગેલાણી અને સેક્રેટરી રો. મિલનભાઈ બોરડ તથા ક્લબના સાથી મિત્રો તથા ડૉ. શ્રેનીક શાહ તથા ડૉ. ભૂમિક રાઠોડના વરદહસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમી મેટ્રો દ્વારા આ સાથે બાળકોને હર ઘર વૃક્ષનો સંદેશ આપીને બાળકોના ઘરે વૃક્ષ ઉછેરવા માટે કૂંડાઓ વિતરણ કરવામાં આવ્યા હતા સાથો સાથ બાળકોને હર ઘર વૃક્ષ અંતર્ગત વૃક્ષને દતક લેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી
સાથો સાથ આ સંસ્થાનાં ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી, ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા, વિનોદભાઈ ગોળકીયા, ઘનશ્યામભાઈ પાવસીયા,વર્ષાબેન શેટા, સંસ્થાના ડિરેક્ટર , આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષકગણ તથા વાલી અને વ્હાલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને દીપાવ્યો હતો. તેમજ દેશની રક્ષા કરતા સૈનિકોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.