એજ્યુકેશન

નેશનલ ડાન્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ, ૨૦૨૪માં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ પદક મેળવ્યું

સુરત : નેશનલ ડાન્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૪; તારીખ ૨૮, ૨૯ અને ૩૦ જૂન ૨૦૨૪નાં રોજ ચેન્નાઈ ખાતે યોજાઈ હતી. આ ડાન્સ ચેમ્પિયનશિપમાં બોલરૂમ ડાન્સ ફોર્મ મુખ્ય હતું, જેમાં છ (૬) કેટેગરીઓ હતી, જે અનુક્રમે જ્યુવેલિન, જુનિયર, સબ જુનિયર, સ્ટાન્ડર્ડ, લેટિન અને યુથ હતી. આ ચેમ્પિયનશિપમાં ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પોંડિચેરી, કેરલા, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા ૧૨ રાજ્યોમાંથી ૨૦૦ થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. ઉગત-કેનાલ રોડ પર તેમજ ભેસાણ રોડ પાસે, જહાંગીરાબાદ, સુરત- ૩૯૫૦૦૫ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સીબીએસઈ, જીએસઈબી અંગ્રેજી માધ્યમ અને જીએસઈબી ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જેમાં જીએસઈબી ગુજરાતી માધ્યમનાં ધોરણ ૪-અ માંથી મેરી પટેલે જ્યુવેલિન કેટેગરીમાં સુવર્ણ પદક, ધોરણ ૬-ડ માંથી હેરીન પટેલે જુનિયર કેટેગરીમાં સુવર્ણ પદક અને ધોરણ ૫-ક માંથી શિવ પટેલે કાંસ્ય પદક મેળવ્યું હતું;
જીએસઈબી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧૨-બ માંથી આર્યા પ્રજાપતિએ યુથ કેટેગરીમાં સુવર્ણ પદક, રોનક ગોસ્વામીએ લેટિન કેટેગરીમાં રજત પદક મેળવ્યું હતું; સીબીએસઈ વિભાગનાં ધોરણ ૯-ડ માંથી કર્તવ્ય સોસાએ સ્ટાન્ડર્ડ કેટેગરીમાં કાંસ્ય પદક અને ધોરણ ૧૦-ક માંથી શુભમ સિંઘે લેટિન કેટેગરીમાં સુવર્ણ પદક મેળવ્યું હતું;

આ પ્રમાણે ઉપરોક્ત વિદ્યાર્થીમિત્રોએ નેશનલ ડાન્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ, ૨૦૨૪માં સિદ્ધિ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિ નો તમામ શ્રેય શાળાનાં ડાંસ કોચ જય પટેલ, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર, કેમ્પસ ડાયરેકટર તથા શાળાનાં ટ્રસ્ટી ગણને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button