સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ
ભારતમાં કમર્શિયલ કૂલિંગ સોલ્યુશન્સમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ

નેશનલ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનું નવીનતમ ઈનોવેશન- ચિલ્ડ વોટર ઈનડોર શ્રેણીમાં નવાં વિંડફ્રી™ એર કંડિશનર્સ રજૂ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. નવી રેન્જમાં ચિલ્ડ પાણી આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 3600 બ્લેકલેસ ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે ઉપભોક્તાઓ માટે પ્રત્યક્ષ કોલ્ડ ડ્રાફ્ટની અસ્વસ્થતા આપ્યા વિના ઉત્કૃષ્ટ કૂલિંગ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાયાં છે.
ચિલ્ડ પાણી આધારિત કેસેટ યુનિટ્સ ઉપભોક્તાઓને ઈચ્છિત ટેમ્પરેચર સ્થાપિત કરવા માટે અનુકૂળતા આપે છે અને વિંડફ્રી™ કૂલિંગ ટેકનોલોજી પ્રતિ સેકંડ 0.15 મિનિટની વિંડ સ્પીડ પર 15,000 સુધી માઈક્રો એર હોલ્સમાંથી ઠંડી હવા નમ્ર રીતે પ્રસરાવે છે. ઉપરાંત આધુનિક એરફ્લો સિસ્ટમ ગણગણાટ બરોબર તેની સૌથી ઓછી સપાટીએ ફક્ત 24 ડીબી(એ) ધ્વનિ ઊપજાવીને શાંતિથી સંચાલન કરવા સાથે રૂમોને ઝડપથી ઠંડા કરે છે, જેથી બેડરૂમો, અભ્યાસ કક્ષ અને બેબી રૂમો માટે તેને આદર્શ બનાવે છે.
નવા ફેન કોઈલ યુનિટ વિંડફ્રી™ એસી પાણીના પાઈપ અને સંકળાયેલાં વાલ્વનો ઉપયોગ કરીને સેન્ટ્રલ ચિલ્ડ વોટર સિસ્ટમ સાથે જોડાયેલાં છે. આ હાઈડ્રોનિક ફેન કોઈલ યુનિટ્સ ગરમ અને ઠંડી વિશાળ જગ્યઓને કોઈલ થકી ગરમ અને ઠંડું પાણી સર્ક્યુલેટ કરે છે. આ યુનિટ્સ સેમસંગ એર- કૂલ્ડ ચિલર્સ અથવા કોઈ પણ થર્ડ પાર્ટી એર- કૂલ્ડ અને વોટર- કૂલ્ડ ચિલર્સ સાથે ઉપયોગ કરી શકાય છે.
“સેમસંગમાં અમારો હેતુ અમારી અત્યાધુનિક પ્રોડક્ટ ઓફરો થકી અંતિમ ઉપભોક્તાઓને સુવિધા અને ટકાઉપણું પૂરું પાડવાનો છે. ચિલ્ડ વોટર ફેન કોઈલ યુનિટ્સ શાંતિથી સંચાલન કરવા સાથે ઝડપી ગતિથી ઉત્કૃષ્ટ કૂલિંગ પૂરું પાડે છે. કૂલિંગ યુનિટ્સ વિશાળ જગ્યાઓ માટે અત્યંત યોગ્ય છે અને એરફ્લે સિસ્ટમ્સને વધુ આધુનિક, આહલાદક અને પહોંચક્ષમ બનાવવા માટે અમારા પ્રયાસ છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એસઈસી બિઝનેસના સિનિયર ડાયરેક્ટર શ્રી વિપિન અગ્રવાલે જણાવ્યું હતું.