સેમસંગના ગેલેક્સી AI પાવર્ડ ગેલેક્સી Z Fold6, Z Flip6 માટે ભારતમાં ગ્રાહકોને અદભુત પ્રતિસાદ
ગેલેક્સી Z Fold6, Z Flip6 સેમસંગની નોઈડા ફેક્ટરી ખાતે ઉત્પાદન કરાયા છે
ગુરુગ્રામ, ભારત, 24 જુલાઈ, 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે તેના સિક્સ્થ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6 માટે વિક્રમી પ્રી-ઓર્ડર્સ મેળવ્યા હોવાની ઘોષણા કરી છે. પ્રથમ 24 કલાકમાં ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર્સમાં ગત જનરેશનના ફોલ્ડેબલ્સની તુલનામાં 40 ટકા ઉછાળો આવ્યો છે, જે નવી Z સિરીઝને ભારતમાં સૌથી સફળ બનાવે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર્સ ભારતમાં 10 જુલાઈના રજ ખૂલ્યા હતા, જે પછી દુનિયાના બાકીના ભાગમાં ખૂલ્યા હતા. નવા સ્માર્ટફોન્સ સાથે તાજેતરમાં રજૂ કરવામાં આવેલાં ડિવાઈસીસ ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી વોચ 7, ગેલેક્સી બડ્સ 3 અને ગેલેક્સી બડ્સ 3 ભારતમાં 24મી જુલાઈ, 2024થી વેચાણ માં મુકાશે.
“અમારા નવા ફોલ્ડેબલ્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે ભારતમાં ગ્રાહકોએ જે રીતે પ્રતિસાદ આપ્યો તેની અમને બેહદ ખુશી છે. નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-ઓર્ડર્સમાં 1.4x વૃદ્ધિ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો નવી ટેકનોલોજી સૌથી ઝડપથી અપનાવનારમાં સ્થાન ધરાવે છે. અમારા નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ હવે તેમની સિક્સ્થ જનરેશનમાં હોઈ ગેલેક્સી Alનો નવો અધ્યાય ખોલ્યો છે અને સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતામાં શ્રેણીબદ્ધ અજોડ મોબાઈલ અનુભવો અભિમુખ બનાવતાં નવી ઊંચાઈ સર કરશે. ગેલેક્સી Z Fold6 અને Z Flip6ની સફળતા અમને ભારતમાં અમારી પ્રીમિયમ સેગમેન્ટ લીડરશિપ દ્રઢ બનાવવામાં મદદરૂપ થશે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
ભારતીય ગ્રાહકો માટે ગેલેક્સી Z Fold6 અને Z Flip6 સેમસંગની નોઈડા ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. નવા ફોલ્ડેબલ્સ આજ સુધીની સૌથી સ્લિમ અને હલકી ગેલેક્સી Z સિરીઝ ડિવાઈસીસ છે અને સીધી કોર સાથે ઉત્તમ સિમેટ્રિકલ ડિઝાઈન સાથે આવે છે. ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2થી પણ સમૃદ્ધ છે, જે તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મથી સમૃદ્ધ છે, જે આજ સુધીનું સૌથી આધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર છે, જે કક્ષામાં ઉત્તમ CPU, GPU, અને NPU પરફોર્મન્સને જોડે છે. પ્રોસેસર AI પ્રોસેસિંગ માટે ઓપ્ટિમાઈઝ્ડ છે અને સુધારિત એકંદર કામગીરી સાથે બહેતર ગ્રાફિક્સ ઓફર કરે છે.
ગેલેક્સી Z Fold6 શ્રેણીબદ્ધ AI-પાવર્ડ ફીચર્સ અને ટૂલ્સ ધરાવે છે, જેમાં નોટ આસિસ્ટ, કમ્પોઝર, સ્કેચ ટુ ઈમેજ, ઈન્ટરપ્રેટર, ફોટો આસિસ્ટ અને ઈન્સ્ટન્ટ સ્લો-મોનો સમાવેશ થાય છે, જે લાર્જ સ્ક્રીનને મહત્તમ બનાવે છે અને તમારી ઉત્પાદકતાને નોંધપાત્ર રીતે વધારે છે.
ગેલેક્સી Z Fold6 હવે લાંબા ગેમિંગ સત્રો માટે 1.6x લાર્જર વેપર ચેમ્બર સાથે આવે છે અને રે ટ્રેસિંગ તેના 7.6 ઈંચ સ્ક્રીન પર લાઈફ-લાઈક ગ્રાફિક્સને સપોર્ટ કરે છે, જે વધુ રોમાંચક ગેમિંગ પ્રદાન કરવા માટે 2600 નિટ સુધી વધુ બ્રાઈટ ડિસ્પ્લે ઓફર કરે છે.
ગેલેક્સી Z Flip6 હવે નવા કસ્ટમાઈઝેશન અને ક્રિયેટિવિટી ફીચર્સ પણ ધરાવે છે, જેથી તમે દરેક અવસરને મહત્તમ બનાવી શકો છો. 3.4-આ ઈંચ સુપર AMOLED ફ્લેક્સવિંડો સાથે તમે ડિવાઈસ ખોલ્યા વિના AI-આસિસ્ટેડ ફંકશન્સનો ઉપયોગ કરી શકો છો. તમે સૂચિત જવાબો સાથેનાં ટેક્સ્ટ્સ પર આધાર રાખી શકો છો, જે તૈયાર પ્રતિસાદ સૂચવવા માટે તમારા છેલ્લામાં છેલ્લા મેસેજીસનું વિશ્લેષણ કરે છે.