એજ્યુકેશન
સુરતઃ વિદ્યાર્થિની માહી કોલસાવાલાએ બેડમિન્ટનમાં શાળાનું નામ રોશન કર્યું
સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ, જહાંગીરબાદ, સુરતની વિદ્યાર્થિની માહી કોલસાવાલાએ બેડમિન્ટન રમતમાં સતત સફળતા મેળવી છે.
ટેનિસ ક્લબ ખાતે યોનેક્સ સનરાઇઝ સ્વર્ગીય શ્રીમતી જયાબેન એસ. રાવલ મેમોરિયલ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024 માં માહી કોલસાવાલા એ અન્ડર- 11 ગર્લ્સ ડબલ્સમાં રનરઅપમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ પ્રગતિથી શાળા ગર્વની લાગણી અનુભવે છે.
શાળાના પ્રેસિડેન્ટ રામજીભાઈ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાઇરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાઇરેફ્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમાર માહી કોલસાવાલાને આ જ રીતે આગળ વધતા રહે એવા આશીર્વાદ પાઠવ્યા.