જૈનાચાર્ય આનંદસાગર સૂરીશ્વરજી મહરાજા દ્વારા સંસ્કૃતમાં રચેલા 230 ગ્રંથોનો એકસાથે વિમોચન થશે

સુરતઃ વિશમી સદીના અપ્રતિમ-આદિત્ય બહુ શ્રુત-વિદ્વાન જૈનાચાર્ય આનંદ સાગર સૂરીશ્વરજી મહરાજા કે જેઓને આગમોદ્ધારક તરીકે સમસ્ત જીન શાસન ઓળખે છે. જેઓની બહુમુખી પ્રતિભાઓએ અનેક વિદ્વાનોને ચમત્કૃત કર્યા હતા. શ્રી ગાંધીજી મદનમોહન મલવિયાજી પંડિત સુખલાલ આદિ તેઓના પ્રશંસક હતા. જેનું નામ 45 આગમોનો ઉધાર તેઓએ કર્યો છે.11 લાખ શ્લોક પ્રમાણ અન્ય ગ્રંથોનું સંપાદન કરી પ્રકાશિત કર્યા હતા
તીર્થદ્ધાર- દેવડવ્યરસા- બાલદિસા જ્ઞાન ભંડાર નિર્માણ જેવા અનેક કાર્યો કર્યા. પાલીતાણા અને સુરતમાં આગમ મંદિર જેવા શ્રુત સ્થાપત્યો બનાવ્યા. તેઓ એકમાંથી હજાર જેટલા સાધુ સાધ્વીજી માનો સમુદાય નિર્મિત થયો.
સુરતના જૈન સંઘોની એકતાના પ્રબંધક બન્યા અને સુરતમાં વખારીયા જેવી જ્ઞાતિને સામૂહિક જૈન ધર્મ અર્પણ કર્યા.
તેઓએ પોતાના જીવનમાં એક લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત – પ્રાકૃત સાહિત્યનું સર્જન કર્યું છે.
જેમાં ન્યાય- વ્યાકરણ- સાહિત્ય- જ્યોતિષ- યોગ- વિજ્ઞાન- ખનીજ- ભૂગોળ- ઇતિહાસ જેવા વિષયો મુકાયા છે.
કુલ 240 ગ્રંથોની તેઓએ રચના કરી છે. જેમાં નુતન વ્યાકરણ- છંદશાસ્ત્ર- શબ્દકોશનો પણ સમાવેશ થાય છે. આ ગ્રંથોમાં 100 થી અંતિમ ગ્રંથ વિ. સં. 2006 માં સુરત મુકામે ગોપીપુરામાં રચ્યો હતો. જેનું નામ ‘આરાધના માર્ગ’ અપાયું હતું. ત્યારબાદ તેઓએ 15 દિવસ સુધી લીમડાના ઉપાશ્રય માં અર્ઘય આસનમાં ધ્યાનસ્થ રહી ખૂબ સમાધિપૂર્વક અંતિમ શ્વાસ લીધો હતો. આ સુરતમાં તેઓને મળવા માટે ગાંધીજી બે વાર આવ્યા હતા.
19 મે 2024 – ફા. સુ. 11 ના તેઓના નામથી નિર્મિત થયો શ્રી આગમોધારક ધાનેરા આરાધનાભવન ખાતે 230 ગ્રંથોનું 230 શ્રેષ્ટીઓ- વિદ્વાનો દ્વારા વિમોચન થશે.આ માના 80 થી વધારે ગ્રંથો સર્વ પ્રથમ વાર પ્રકાશિત થઈ રહ્યા છે. જીવન વ્યવહારથી લઈને આધ્યાત્મ સુધીની વિશદ્ વાનો 5આરા ગ્રંથોમાં કરાઇ છે.આમાં વર્તમાન વિભિન્ન સમુદાયના 28 થી વધુ વિદ્વાનો આચાર્ય ભગવાન તો એ પ્રસ્તાવના લખી છે વલી પદ્મભૂષણ ડો. કુમાર પાળ દેસાઈએ પણ પ્રસ્તાવનામાં ગ્રંથને અમૃત કુંભ ની ઉપમા આપી છે.
આ સમસ્ત ગ્રંથનું સંપાદન સંયોજન પૂ. પ્રવચન પ્રભાવક શ્રી સાગરચંદ્ર સાગરસૂરીશ્વરજી મહરાજે કર્યું છે તથા તેઓના શિષ્ય રત્ન શતા વધામણી તથા પૂજ્ય સાગર ચંદ સૂ. મ. ઉપર પીએચડી કરી ડો. બનનાર પૂજ્ય મુનિ શ્રી વેરાગ્યચંદ્ર સાગર જી મહારાજની ચીવટ ધગશ અનુમોહનીય રહી છે.
આ ગ્રંથના વિમોચન પુવેં ચાર દિવસે ગ્રંથરાજની યાત્રા આજે યોજાઇ છે. સાહિત્ય યાત્રા- શ્રુતયાત્રા- ગ્રંથ યાત્રા- એવાંચન ક્ષેત્રમાં યુવાનોને જોડનારો સુંદર આયામ છે.
16 મેના રોજ ગોપીપુરા કૈલાશ નગર સવારે સાંજે ભટાર જૈન સંઘમાં જઈ ને. 17 મેના રોજ નાનપુરા આઠવા લાઈન્સ સંઘમાં સાંજે ઉમરા જૈન સંઘમાં. 18 મેના પાલ ઓમકાર સુરી આરાધના ભવનથી વિભિન્ન માર્ગ ફરી સોમ ચિંતામણી પાસે શ્રી આગમોદ્ધારક જૈન સંઘ પાલમાં રહેશે. સાંજે પીપલોદ શ્રી મુનિ સુરત સ્વામી જીનાલય. 19 મે ના રોજ વેસુના માર્ગો માં ફરી 8:00 કલાકે શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે ગ્રંથ વિમોચન પ્રસંગ યોજાશે.
શબ્દની આવી અદભુત ગરિમાએ આપનારા સમય માટે શુભ સંકેત છે. સંસ્કૃત ભાષાનું ગૌરવ એ દેવ ભાષાનું ગૌરવ છે. પુના વંદન આ ગ્રંથોને ગ્રંથ સર્જી પૂજ્ય આચાર્ય સાગરમંદ સૂ. મ. નેગો પીપુરા સ્થિત આચાર્ય સાગર આનંદ શ્રીશ્વર મહારાજનું ગુરુ મંદિર એ શબ્દ સાધનાનું અમોત સ્મારક છે ત્યાં દર્શન વંદન કરનાર ની બુદ્ધિ વધે છે આ દર્શક નો વિકાસ થાય છે અને સમ્યગ્રજ્ઞાન પ્રાપ્ત થાય છે