બિઝનેસ

‘A.M. NAIK: The Man Who Built Tomorrow’ ના પ્રકાશનની જાહેરાત કરે છે

સુરત ધીરજ અને દ્રઢ સંકલ્પ, જુસ્સો અને સ્થિતિસ્થાપકતાની મજબૂત કહાની રજૂ કરતું A.M. Naik: The Man Who Built Tomorrow પુસ્તક એક લીડરની પાછળ રહેલી અને બિઝનેસથી માંડીને ઉદ્યોગોથી માંડીને રાષ્ટ્રનિર્માણ અને સખાવતી કાર્યોની અનેક દુનિયામાં સક્રિય રહેલી વ્યક્તિના ખૂબ જ ઓછા જાણીતા પાસાં રજૂ કરે છે.પુસ્તકો વેચાતા હોય ત્યાં ઉપલબ્ધ રહેશે અને 18 મે, 2024ના રોજ રિલીઝ થશે. જીવનમાં ધ્યેય પ્રાપ્ત થાય કે તરત જ આગલા ગોલ પોસ્ટ તરફ ચાલવાનું શરૂ કરવું એવો જીવન ધ્યેય ધરાવતા માણસનું હવે પછીનું કદમ શું છે?

 1964માં 22 વર્ષના એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એ. એમ. નાઇકે લાર્સન એન્ડ ટુબ્રો માટે ભરતી માટેની એક જાહેરાત જોઈ.પોતાના ફાઇનલ ઇન્ટરવ્યૂને લગભગ બગાડ્યો હોવા છતાંનાઇકને નોકરી પર રાખવામાં આવ્યા. ‘મેં આડત્રીસ એન્જિનિયરોને કાઢી મૂક્યા છે, તું ઓગણચાલીસમો ના બનતો’ એમ નાઇકના બોસ ટી. બેકરે તેમને કામના પહેલા જ દિવસે કહી દીધું હતું. આ રીતે અવિરત મહેનત, અદમ્ય ઉત્સાહ અને નોંધપાત્ર સિદ્ધિઓનો યુગ શરૂ થયો,જેણે નાઇકને ન કેવળ એલએન્ડટીના કોર્પોરેટ લીડર્સની યાદીમાં ટોચના સ્થાને પહોંચાડ્યા, પરંતુ 50થી વધુ દેશોમાં હાજરી સાથે કંપનીને બહુરાષ્ટ્રીય ઉદ્યોગસમૂહમાં પરિવર્તિત કરવામાં પણ મદદ કરી.

81મા વર્ષે પણ અત્યંત ઊર્જાવાન અને આટલા કાર્યરત છે તેની પાછળનું કારણ શું છે? નિઃસ્વાર્થ સંબંધો બાંધવા માટે તેમને શેની પ્રેરણા મળે છે? તેમનામાં એવું શું છે જે તેમની સાથે કામ કરનારાઓને કોઈપણ અસાઇનમેન્ટ માટે વધુને વધુ મહેનત કરવા માટે પ્રેરે છે?

લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એમીરેટ્સ એ. એમ. નાઇક કહે છે “હું હંમેશા મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું રાષ્ટ્ર,ઉદ્યોગ અને સમાજની સેવા કરી શકું તેવી સ્થિતિમાં છું અને એક નવા ભવિષ્યનું નિર્માણ કરવા માટે મારા તરફથી પ્રયાસ કરી રહ્યો છું. એક નાનકડા ગામથી વ્યાપારની દુનિયા સુધીની આ સફરમાંથી મળેલી શીખ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે ઉપયોગી સાબિત થાય તો મને ખૂબ આનંદ થશે.”

પ્રિયા કુમારે જણાવ્યું હતું કે “એ. એમ. નાઇક આંતરદ્રષ્ટિ અને પ્રેરણાની યુનિવર્સિટી છે. આ પુસ્તક લખવું તે મારા માટે વ્યવયાસિક ઉત્ક્રાંતિની સફર સમાન રહી છે અને હું આશા રાખું છું કે તે મારા વાંચકોને પણ એવી જ પ્રેરણા આપશે.”

જયરામ એન. મેનને જણાવ્યું હતું કે “સૌ કોઈ જાણે છે કે પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે છે. મને જ્ઞાત થયું કે લખવાથી તેનાથી પણ વધુ જ્ઞાન મળે છે. આ પુસ્તક લખીને મને એક પાઠ ભણવા મળ્યો છે કે મેં અગાઉ જે પણ સ્વપ્ન જોયા છે તેના કરતાં પણ મોટું સ્વપ્ન કેવી રીતે જોવું.”

હાર્પરકોલિન્સના એસોસિયેટ પબ્લિશર સચિન શર્માએ જણાવ્યું હતું કે “શ્રી એ. એમ. નાઇકનું ઉદાહરણીય જીવન એ બાબતની સાબિતી છે કે કઠોર પરિશ્રમ અને જુસ્સાથી પહાડ પણ ખસેડી શકાય છે. એલએન્ડટી અને તેના પ્રેરણાત્મક શિલ્પીની સાફલ્ય ગાથા વિશે સૌ કોઈ વાકેફ છે ત્યારે પ્રિયા કુમાર અને જયરામ મેનને લીડરની હૃદયની અને મનની વાતો બહાર લાવીને અદ્ભુત કાર્ય કર્યું છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button