ધર્મ દર્શન

વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. જૈન સંઘના ઉપક્રમે નિર્માણ પામશે આગમોધ્ધારક ધાનેરા આરાધના ભવન

સુરતમાં બનશે બેનમૂન વિરાટકાય વિશાળ આરાધના ભવન, રવિવારે ઉછામણી ઉત્સવ

  1. સુરતના ઝડપથી વિકસતા અને ધર્મથી ધમધમતા વેસુ વિસ્તારમાં શ્રી આગમોધ્ધારક ધાનેરા આરાધના ભવન ઉપાશ્રયનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ. પૂ. આ. ભ. શ્રી અશોકસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં પ. પૂ. આ. ભ. શ્રી સાગરચંદ્રસાગરસૂરિ મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી સંઘની સ્થાપના થઇ છે અને ચાતુર્માસની આરાધા ચાલી રહી છે.

નૂતન નિર્માણ પામી રહેલ આરાધના ભવનમાં તા. 7 ઓગષ્ટ, રવિવાર – શ્રાવણ સુદ દસમના સવારે 9 વાગે ભવ્યતાપૂર્વક ઉપાશ્રય પર નામ આપવાની ઉછામણીના લાભો આપવામાં આવશે જેમાં સુરત શહેરના ગુરુભક્તો, શ્રેષ્ઠીવર્યો, ઉદ્યોગપતિશ્રીઓ અને સંઘોના ટ્રસ્ટીવર્યો તેમજ દાનવીરો પધારશે. આ કાર્યક્રમમાં સુરતના તમામ દાનવીરોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

આ કાર્યક્રમ સવારે 9 વાગે શરુ થશે અને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ પ્રસંગે સુરતના તમામ અગ્રણીશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

પૂજ્યશ્રીએ પોતાના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે આ ઉપાશ્રયમાં લાભ લેવાથી આજુબાજુમાં એક હજાર જૈન ઘરોના આરાધકો તેમજ 16 થી વધુ સાધ્વી ભગવંતોના ઉપાશ્રય બાજુમાં આવેલ હોઈ ગોચરી પાણી, ઉકાળેલુ પાણી, આયંબીલ વિગેરેનો ઉત્તમ લાભ મળી શકશે. આગમોધ્ધારક – ધાનેરા આરાધના ભવનના નૂતન ઉપાશ્રયમાં આયંબીલશાળા તેમજ ભોજનશાળા શરુ થઇ ગયેલ છે જેનો તમામનો લાભ મળી રહ્યો છે.

આ આરાધનાભવન છ માળનું વિશિષ્ટ કક્ષાનું પેલેસ લુક ડીઝાઈનમાં બનશે એવુ ટ્રસ્ટી  સુરેશ ડી. શાહે જણાવ્યું હતું. આ કાર્યમાં તમામ ટ્રસ્ટીશ્રીઓ જેવા કે મુકેશભાઈ, શૈલેષભાઈ, રાજુભાઈ, ચીનુભાઈ, નયનભાઈ, અજયભાઈ, મહેશભાઈ, પોપટભાઈ જેવા અનેક ટ્રસ્ટીઓ સેવા આપી રહ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button