કલા ઉત્સવ – હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી. 40-41 કક્ષાએ કલા ઉત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત યોજાઈ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સી.આર.સી. ક્લસ્ટર 40 અને 41 દ્વારા શાળા ક્રમાંક 298/299 ગોડાદરા, સુરત ખાતે કલા ઉત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સદર સ્પર્ધામાં સી.આર.સી. 40 અને 41 ની કુલ 16 શાળાઓના 150 બાળકોએ ભાગ લીધો હતો
જેમાં કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદક સ્પર્ધા અને હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજની વિકાસયાત્રા પ્રદર્શન સ્પર્ધા, રાષ્ટ્રધ્વજ નિર્માણ સ્પર્ધા, તિરંગાને લગતા ગીત સ્પર્ધા, તિરંગા નું મહત્વ પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુલ 24 નિર્ણાયકો દ્વારા વિવિધ સ્પર્ધાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંબંધિત આયોજન સુરેશભાઈ જોષી અને સંજીવભાઇ પાટીલ દ્વારા ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું.
વધુમાં સી.આર.સી. રામદાસભાઇ ઠાકરે અને દિનેશભાઇ વાઘ દ્વારા ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને બ્લોક કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.