સુરત

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના

૧૩થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે

સુરત: દેશને આઝાદી મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષ ને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે.

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ પણ અભિયાનની પ્રશંસા કરવા સાથે જ અભિયાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ પોતાના ઘરો પર તિરંગો લહેરાવી અભિયાનને સફળ બનાવશે.

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદીનો જશ્ન દરેક ભારતીય માનવે છે. તિરંગા આ દેશની આન બાન અને શાન છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શ્રી બજરંગ સેનાએ પણ આ અભિયાનમાં જોડાવાનો નક્કી કર્યું છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના એક એક સદસ્ય જોડાશે અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ની ધૂમધામથી ઉજવણી કરશે.
પ્રોફાઈલ હિતેશ વિશ્વકર્મા: https://www.hiteshvishwakarma.com/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button