સુરત

સુરત: ધંધાદારી ગરબાની અરાજકતા વચ્ચે શેરી ગરબાની ધૂમ

પીપલોદમાં તિરુપતિ નગરના રહીશો દ્વારા પારંપરિક ગરબાનું આયોજન

સુરત: શેરી ગરબા એ ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું સૌથી મોટું પ્રતીક છે. આધુનિક ડીજે અને કોમર્શિયલ ગરબાના યુગમાં પણ શેરી ગરબાનું મહત્વ અને તેની સાદગી અકબંધ છે. સુરતમાં જ્યાં આ વર્ષે ધંધાદારી ગરબા આયોજનમાં અસુવિધા અને હકડેઠઠ ભીડને કારણે જે અરાજકતાનો માહોલ બન્યો છે. તે જોતા શેરી ગરબાનું મહત્વ વિસરેલા લોકો ફરીવાર શેરી ગરબા તરફ વળ્યા છે. પીપલોદમાં આવેલા તિરુપતિ નગરના રહીશો દ્વારા પારંપરિક રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા “મહિયારણ” બની માથે મટકી મૂકી ગરબે ઘૂમતા ફોટોમાં જોઈ શકાય છે.

તિરુપતિ નગરની મહિલાઓ આ રીતે મહિયારણ બની માથે મટકી મૂકી ગરબે ઘૂમતા ફોટોમાં જોઈ શકાય છે.

મોટેરાઓની સાથે સાથે નાના ભૂલકાઓ પણ પારંપરિક પોશાક પહેરીને શેરી ગરબામાં ઉત્સાહ સાથે જોડાયા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button