“શ્રી આગમોદ્ધારક આનંદ સાગર સૂરિ અરણાઆઈ સર્કલ’ નો ઉદ્ઘાટન થયું
સુરતઃ ઐતિહાસિક ચાર દિવસીય યાત્રા અને સંઘોમાં ચેતનવંતી ઊર્જાને વેરી રહી છે.પાલના ઓમકાર સુરી આરાધના ભવન થ્રી પ્રારંભ થયેલી યાત્રા સીમંધર કોમ્પલેક્ષ- શ્રી આગમોદ્ધારક જૈન સંઘ પાસે નવનિર્મિત “શ્રી આગમોદ્ધારક આનંદ સાગર સૂરી અરણાઈઆ” સર્કલ નું ઉદઘાટન થયેલ હતું.
આજે ભગવાન મહાવીર સ્વામીને ઋજુવાલિકા નદી કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. સાધના સિદ્ધિને વરી હતી અને એ કેવલ જ્ઞાનમાં વિશ્વના પદાર્થો હેય- સેય- ઉપાદેય તરીકે પ્રભુએ જોયા અને વૈશ્વિક કલ્યાણનો માર્ગ બતાવ્યો. જે રાગ નહીં, ત્યાગ પ્રધાન છે. ઉપરોક્ત વાતો પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી સાગરચંદ્રસાગર સૂરી મ. એ જણાવ્યા હતો. આગમોદ્ધારક આ. આનંદ સાગર સૂ. મહારાજ નો આચાર્યપદ દિવસ હતો 1974 માં સુરત ખાતે તેઓ શ્રી ને આચાર્ય પદથી વિતરષિત કરવામાં આવ્યા હતા. તેઓ રચિત 230 ગ્રંથોના ભવ્ય વધામણા અને અલૌકિક શ્રી અભય પાર્શ્વનાથના વધામણા થયા હતા.
આ પ્રસંગ સર્કલ ના લાભાર્થી હાડેચા નિવાસી ઉદારમના શ્રી હજારીમલજી ગોરધનજી અરણાઈઆ પરિવાર શ્રી અશોકભાઈ નું બહુમાન થયું હતું. તથા ચોથીબેન ધુળાલાલ પરિવારે વધામણા કર્યા હતા.
વિદ્વાન મુનિ દિવ્યરત્ન વિજયજી આદિ ગુરુ ભગવંતો પધાર્યા હતા. રથયાત્રા સાંજે પિપલોદ- મુનીસુવ્રત સ્વામી જિનાલય પધારી હતી. ત્યાં સંગીત દ્વારા પ્રભુભક્તિ તથા વધામણા થયા હતા. તારીખ 19 મે 2024 ના રોજ વેસુ શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનથી યાત્રા પ્રારંભાશે અને કલાકે 230 ગ્રંથોનો વિમોચન પ્રસંગ થશે.