બે દિવસીય સુરત મહિલા બોક્ષ ક્રિકેટ લીગનું ડી વિલા પાલ ખાતે આયોજન
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સ્પોર્ટ્સમેનશિપ અને વિમેન એનપાવરમેન્ટ માં આગળ વધે તે છે.

સુરત : સુરત જ્વેલરી શો દ્વારા સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું 18 અને 19 મે 2024 ના રોજ ડી વીલા પાલ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સુરત વિમેન્સ બોક્સ ક્રિકેટ લીગનું ઉદ્ઘાટન 18 મે 2024 ના સાંજે 6 કલાકે પાલ ડી વિલા બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભક્તિ ઠાકર (ડીસીપી જોન એક વરાછા સુરત પોલીસ) , ગીતાબેન શ્રોફ ( સમાજસેવિકા) , અમિતા વાનાની ( ડીસીપી ટ્રાફિક સુરત પોલીસ), નિખિલ મદ્રાસી (ઉપાધ્યક્ષ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ) હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિલેશ સોની (તુલજા ભવાની જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ) , કૃણાલ સંઘવી (અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ), કમલેશ ખોડેજા (સંતોષ બેકરી), જીગર કતારગામવાલા (વૈષ્ણોદેવી ગ્રુપ ) , ચેતન અગ્રવાલ (જસ્મીન આર્ટ ગેલેરી ), જૈનિસ સોની (પર્પલ સલૂન વેલનેસ), ડોક્ટર પાયલ મોદી (ઔરૂમ ફિઝિયોથેરાપી એન્ડ પેન ક્લિનિક ), નિત્યા વીજ (પ્રોજેક્ટ ઇન્ચાર્જ અનિશ યુવા ટીમ ) હાજર રહ્યા હતા.
આયોજક વીકીન વ્યાસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માટેની બોક્સ ક્રિકેટ લીક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ સ્પોર્ટ્સમેનશિપ અને વિમેન એનપાવરમેન્ટ માં આગળ વધે તે છે. આ રોમાંચક કાર્યક્રમમાં તમારી હાજરી અમારા માટે સન્માનિત રહેશે તમારી ઉપસ્થિતિ મહિલા બોક્સ ક્રિકેટ લીગમાં મહત્વપૂર્ણ ફાળો આપશે. મહિલા બોક્સ ક્રિકેટ લીક ના સફળ આયોજન માટે વિકીન વ્યાસ, ઉત્સવ વન્સુરકર, સંદીપ પંચાલ, મેહુલ પટેલ અને ચિરાગ ડીંડોલી વાલા ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.