ધર્મ દર્શનસુરત

સુરતમાં સર્વ પ્રથમવાર ઐતિહાસિક ચાર દિવસીય પ્રભુ યાત્રા ગ્રંથરાજ યાત્રા

સુરતઃ અદ્ભૂત,અલૌકિક , ચમત્કારી ૨૩૦૦ કીલોના વજનવાળા પંચધાતુના દશદિક્પાલ, નવગ્રહ , અષ્ટમંગલ  ક્ષેત્રપાલ સહિત જયા , અજિતા , અપરાજિતા , વિજ્યા દેવીથી યુક્ત ધરણેન્દ્ર , પદ્માવતી, સોળવિદ્યાદેવીથી અલંકૃત પ્રભુના ચ્યવન ,  કૈવલ્ય કલ્યાણકના દિવસે ૫ મિનિટમાં નિર્મિત અદભૂત, અલૌકિક ૮૫” ઇંચના પંચધાતુના
શ્રી અભયપાર્શ્વનાથ ભગવાન અને ગીતાર્થ  આગમોદ્ધારક પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચિતની મંગલમય એક લાખ શ્લોક પ્રમાણ – ૨૩૦ ગ્રંથ સાથેના ગ્રંથરાજની મંગલમય મહાયાત્રા.

ગ્રંથ વિમોચન જેમાં વિદ્વાન ૨૪ જેટલા આચાર્ય ભગવંતોએ પ્રસ્તાવના લખી છે. એવા શ્રી અભય પાર્શ્વનાથ ભગવાનનો સુરત નગર પ્રવેશનો પ્રથમ દિવસ પ્રભુયાત્રા અને ગ્રંથયાત્રા ગોપીપુરા નીકળી ને કૈલાશનગર ખાતે સંપન્ન થયો હતો .જેમાં પાવન સાનિધ્ય પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી સાગરચંદ્રસાગરસૂરિશ્વરજી આદિ ઠાણા અને સાધ્વીજી ભગવંતો સાથે શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રભુ વધામણાં અને ગ્રંથ વધામણા કરવા સુરત શહેર ના  મેયર દક્ષેશભાઈ મેવાણી ખાસ ઉપસ્થિત રહી ને એમના વરદહસ્તે પ્રભુ વધામણાં અને ગ્રંથ વધામણા કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button