એજ્યુકેશન

ઘ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને મળી સફળતા

સુરતઃ સીબીએસઈ દ્વારા માર્ચ 2024માં ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ઘ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના કુલ 174 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. CBSE દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં કુલ 34 વિદ્યાર્થીઓએ 90% થી વધુ ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે અને 72 થી વધુ વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા છે. શાળાનું પરિણામ સો ટકા (100%) આવ્યું છે.

શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ મરજી કોલાહ, સૌમ્યા ઝા અને દિશા ત્રિવેદીએ 96.80% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવામાં શાળાના મહેનતુ શિક્ષકોએ ખૂબ જ ફાળો આપ્યો હતો. શાળાના સ્થાપક  રામજીભાઈ માંગુકીયા, શાળાના ઉપપ્રમુખ  જીજ્ઞેશભાઈ માંગુકીયા , મેનેજીંગ ડિરેક્ટર  કિશનભાઈ માંગુકીયા એ બાળકોને મીઠાઈ અને ફૂલ આપીને શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

શાળાના ટ્રસ્ટી  ઈશ્વરભાઈ માંગુકીયા અને  ગીરધરભાઈ અસોધરીયા એ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શાળાના કેમ્પસ ડાયરેક્ટર  આશિષભાઈ વાઘાણી અને CBSE આચાર્ય  તૃષાર પરમાર એ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આપવામાં આવેલ સહકારની પ્રશંસા કરી હતી તેમજ બાળકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button