ગુજરાતસુરત

મોબાઈલે યુવકનો જીવ લીધો : લોકો માટે ચેતવણી સમાન ઘટના

વાત કરતી વખતે બીજા માળેથી પડી જતા યુવકનું મોત

આજકાલ લોકોને મોબાઈલ ફોનની લત લાગી ગઈ છે. તેનું આ વ્યસન તેના માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. લોકો આખો દિવસ મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે. કેટલાક ફોનમાં વ્યસ્ત છે તો કેટલાક ગેમ્સમાં વ્યસ્ત છે. જેના કારણે ઘણી વખત તેમને ખબર પણ હોતી નથી કે તેમની આસપાસ શું થઈ રહ્યું છે. આવા લોકો માટે ચેતવણી સમાન એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. જેમાં એક યુવકે મોબાઈલ ફોન પર વાત કરતાં બીજા માળેથી પડી જતાં જીવ ગુમાવ્યો હતો.

સુરતના ગોડાદરા વિસ્તારમાં 22 વર્ષના યુવકે મોબાઈલ ફોનના કારણે જીવ ગુમાવ્યો હતો. ગોડાદરામાં રહેતો 22 વર્ષીય કવિ કુમાર શાહ બીજા માળે ચાલીને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે તે વાતમાં એટલો મશગૂલ થઈ ગયો હતો કે આગળ શું હતું તેના પર તેણે ધ્યાન જ ન આપ્યું અને બીજા માળેથી નીચે પડી ગયો. જેના કારણે તેને માથાના ભાગે ઊંડી ઈજા થઈ હતી.

તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો. રાત્રે 12 વાગ્યે ફોન પર વાત કરતી વખતે તે નીચે પડી ગયો અને મૃત્યુ પામ્યો. કવિકુમાર મૂળ બિહારનો રહેવાસી છે. સુરતમાં એમ્બ્રોઇડરી દોરવાનું કામ કરતા. તેમના અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button