એજ્યુકેશનસુરત

સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો વિવિધ ઇન્ડસ્ટ્રીને સ્કીલ્ડ લેબર ફોર્સ અને પ્રોફેશનલ્સ પૂરા પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૭, ૧૮ અને ૧૯ મે ર૦ર૪ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૭ કલાક દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના નાગરિકોને ડિજિટલ યુગમાં પ્રાથમિક શિક્ષણને સુધારવાનું મહત્વ સમજાવવા અને શિક્ષણના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારોને અનુરૂપ બનાવવા, શિક્ષણ પ્રણાલીમાં ઉચ્ચતમ ધોરણો લાવવાના સામાન્ય ધ્યેય સાથે સ્થાનિક સંસ્થાઓ સાથે વ્યવસાયિક ભાગીદારી રચવા માટે, ભારતીય અને આંતરરાષ્ટ્રીય સમકક્ષો માટે નવી તકો ઊભી કરવા, સ્માર્ટ એજ્યુકેશન/લર્નિંગના વલણો પર સંશોધન અને વિચારમંથન કરી શકાય તે માટે આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો વિવિધ ઇન્ડસ્ટ્રીને સ્કીલ્ડ લેબર ફોર્સ અને પ્રોફેશનલ્સ પૂરા પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે આજના સમયની માંગ છે. આ એક્ષ્પો ઇન્ડસ્ટ્રીને જરૂરી સ્કીલના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું વાતાવરણ ઉભું કરવા માટે એક પ્લેટફોર્મના રૂપમાં કામ કરશે. વૈશ્વિક સ્તરની નવીનતમ શૈક્ષણિક ટેકનોલોજીની જાણકારી મેળવી, તેનો સ્વીકાર કરી, તેનુુંં શિક્ષણ મેળવી અને તેના શ્રેષ્ઠતમ તેમજ યોગ્ય ઉપયોગ થકી કામને સરળ બનાવવાની વિચાર પ્રક્રિયાને વેગ આપવાનું કામ આ એક્ષ્પોના માધ્યમથી થશે.

આજના યુવાનો યોગ્ય શિક્ષણ મેળવવામાં વધુ કેન્દ્રિત અને પસંદગીયુક્ત થયા છે, જે તેઓને સફળ અને સંતોષકારક કારકિર્દી તરફ દોરી જાય છે. કારકિર્દી ક્ષેત્રે તેઓ સતત તપાસ કરી નવા માર્ગો શોધી રહયા છે ત્યારે સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક પૂરી પાડશે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો એ શિક્ષણ, તાલીમ અને આજીવન શિક્ષણના ક્ષેત્રને સમર્પિત સંસ્થાઓને એક છત નીચે લાવશે. જ્યાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા યુવા પેઢીને શૈક્ષણિક તેમજ કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા માટેની તમામ પ્રકારની માહિતી મળી રહેશે. આ એજ્યુકેશન એક્ષ્પો શિક્ષણવિદો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની તક આપશે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૭ મે ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઇ સવાણી પધારશે અને તેમના વરદ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશકુમાર મોદી પધારશે.

જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઇ શાહ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ ડો. દક્ષેશ ઠાકર, પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ ડો. પરાગ સંઘાણી, ઓરો યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ શ્રી પરિમલ વ્યાસ, ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રેસિડન્ટ/ચેરપર્સન ડો. સંજય જૈન અને વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી જયંતિ પટેલ આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button