વેસુ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં જૈનમુનિ અજીત ચંદ્રસાગરજી ના વધામણાં યોજાયા
સુરત વેસુ ખાતે નવનિર્મિત થયેલ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં બુધવાર ના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાજેતરમાં જ ૧ લી મે ના રોજ મુંબઈના NSCI ગ્રાઉન્ડ ખાતે 8,000 થી વધુ જનમેદની વચ્ચે વિશ્વવિક્રમી ઐતિહાસિક અવધાન અર્થાત સહસ્રાવધાની સિદ્ધિ હાંસલ કરનારા ડો અજીતચંદ્રસાગર મહારાજ સુરતની ધરતી પર પધારતા વધામણા ઉત્સવ આયોજાયો હતો.
આ પ્રસંગે પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી સાગરચંદ્ર સાગર સૂરીસ્વરજી એ સહસ્રાવધાની મુનિ શ્રી ની બાલ અવસ્થાની ચંચળતા માંથી યુવા મુની બની ચમત્કારિક સિદ્ધિ સુધીના જ્ઞાન પ્રવાસને બખૂબીથી વર્ણવ્યો- વધાવ્યો હતો . વર્તમાન જગત ભૌતિક સાધનો પાછળ દોડે છે જ્યારે સાધનાથી પ્રાપ્ત થતી આ જ્ઞાન સિદ્ધિ આજે સૌ ને વિચારતા કરી દે તેવોછે આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશ માવાણી અતિથિઓ પધાર્યા હતા.
સહસ્રાવધાની મુનિ શ્રી ના ગુરુદેવ શિષ્ય શિલ્પી આ. નયચંદ્રસાગર સૂરી જી.એ સરસ્વતી સાધના દ્વારા થયેલ રિસર્ચ અને બાળકોમાં આવેલા પરિવર્તનની વાતોને જણાવી હતી તેમના પરિવારમાં 10 થી વધુ મુનિઓ દ્વારા શતાવધાન થયેલ છે. મૌન- ધ્યાન અને સ્વાધ્યાયના માધ્યમે વિનય વિવેક અને સ્થિરતા હાંસલ કરી સ્મૃતિ- ધારણા- ધ્યાન શક્તિના અબજ પ્રયોગો નો સંગમ એટલે સહ સાવધાન ટૂંક સમયમાં SSRS દ્વારા આ સરસ્વતી સાધના ઓનલાઇન પણ ચાલુ થવાની છે 5000 વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી સાધના પાંચ વર્ષમાં પાંચ લાખથી વધુ બાળકો સુધી પહોંચે તેવી ટાર્ગેટ છે.
પૂ. સાગરચંદ્ર સાગરસૂરીજીએ, પૂજ્ય સાગરજી મ., પૂજ્ય અભય સાગરજી મ .વગેરેની અદભુત સિદ્ધિઓની વાત જણાવી હતી. ત્યારબાદ હજાર અવધાનની હાઇલાઇટ્સ જણાવતી ક્લિપિંગ પ્રોજેક્ટર ના માધ્યમ એ બતાવવી હતી.
મુનીશ્રીના વધામણા બાદ વેસુમાં મૂળનાયક બનનારા અભય પાર્શ્વનાથ પ્રભુના કલાત્મક ભંડારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.