ઓર્નામેન્ટ્સ ના વેપારી દ્વારા પોતાની નવનિર્મિત દુકાન નું ઉદ્ઘાટન કોઈ અતિથિ વિશેષ નહીં પરંતુ ગૌમાતાના ચરણ સ્પર્શથી કરવામાં આવ્યું
સુરતના ભાગળ વિસ્તારમાં ભરત સોની નામના વેપારી દ્વારા ભાગળ વિસ્તારમાં આશાપુરા ઓર્નામેન્ટ્સની દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોઈ નવી દુકાનનું ઉદઘાટન કરવામાં આવતો હોય છે ત્યારે મુખ્ય અતિથિ વિશેષના હસ્તે કરવામાં આવે છે.પરંતું સુરતના ભરત સોની નામના સોના, ચાંદી ના વેપારી દ્વારા પોતાની નવનિર્મિત આશાપુરા ઓર્નામેન્ટ્સની દુકાનનો શુભારંભ ગૌ માતાના ચરણ સ્પર્શથી કરવામાં આવ્યો છે.
સુરતના વેપારીની આ વિચારધારાને લઈ સૌ કોઈ લોકો વિચારમાં પડી ગયા છે.સામાન્ય રીતે કોઈ રાજનેતા ,અગ્રણી અથવા સેલિબ્રિટીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે.પરંતુ ભરત સોનીએ ગૌમાતા ને 500 ગ્રામ જેટલા ચાંદીના ઘરેણાં પેરવી પાવન ચરણ સ્પર્શથી પોતાની દુકાનો શુભારંભ કર્યો છે.
વેપારી ભરત ભાઈ નું કહેવું છે કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ત્યારે આવા શુભ પ્રસંગે ગૌમાતાના ચરણ સ્પર્શથી આ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી છે.