LPS Group Of Education દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
LPS Group Of Education દ્વારા વરાછા – 1982 તથા કતારગામ – 1978 થી કાર્યરત બાલભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક (કોમર્સ/સાયન્સ) શાળાઓમાં અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે “સ્નેહ મિલન સમારોહ – શાળાની યાદોનો મેળો” કાર્યક્રમનું ઉમિયાધામ મંદિર – વરાછા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા. આ સમારોહમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ અલગ અલગ ક્ષેત્રોમાં ખૂબ ઊંચાઈએ પહોંચેલા છે તથા ભૂતપૂર્વ શિક્ષકો કે જેઓ હાલમાં જુદી જુદી સેવાકીય સંસ્થાઓમાં કાર્યરત છે તેઓને મોમેન્ટો, છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બિઝનેસ નેટવર્ક દ્વારા શાળાનાં હજારો વિધાર્થીઓને એક તાંતણે બાંધી પરસ્પર પારિવારિક સંબંધો કેળવાય, એકબીજાને ધંધાકીય નેટવર્ક લિંક દ્વારા જોડી શકાય, નાની – મોટી નોકરી કરતા આપણા જ ભાઈઓ તથા બહેનોને અલગ ઊંચાઈએ લઈ જઈ શકાય , સાથે મળીને સમાજસેવાના કાર્યો કરી શકાય તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આર્થિક રીતે સહાયરૂપ થઈ શકાય તેવા ઉમદા હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા દ્વારા 25 વિધાર્થીઓની રૂપિયા 3,00,000/- સુધીની આવતા વર્ષની ફી માફ કરવામા આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે . શ્રી દિનેશભાઈ જોધાણી (ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા) ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સંસ્થાના સદગત પ્રમુખશ્રી કે જેમણે આવા ઉમદા સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા સંસ્થાના દરેક સભ્યોને આપી છે તેવા સંસ્થાના પ્રમુખશ્રી સ્વ. ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સવાણીની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે ત્રીજા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું ઉદઘાટન આદરણીય ટ્રસ્ટીશ્રી શ્રેયાબેન સવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણી તેમજ જલભાઈ સવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ સેવયજ્ઞમાં 78 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ તેમજ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંસ્થાના વર્તમાન પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણીના નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. સુરેશભાઈ સાવજ, હરેશભાઈ રખોલિયા, જનકભાઈ શેઠ, રાજેશભાઈ સવાણી, મુકેશભાઈ રંગપરિયા, સુરેશભાઈ કાતરીયા, લીલાધરભાઈ દીક્ષિત, પિયુષભાઈ જાંજલ, પૂર્વ આચાર્યશ્રી મનસુખભાઈ નારીયા, સંસ્થાના એડમીન શ્રી કલ્પેશભાઈ પટેલ, આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, માધવીબેન, રંજનબેન, રચનાબેન, રસિકભાઈ, મનોજભાઈ, પ્રિતેશભાઈ,પરીતાબેન,સલમાબેન વગેરે મિત્રોએ સમગ્ર કાર્યક્રમના સંકલનકર્તા તરીકેની મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણીએ તમામનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.