સુરત

‘ઉદ્યોગ’ પ્રદર્શનનું સમાપન, દેશના વિવિધ ખૂણેથી ૧પ હજારથી વધુ બાયર્સે મુલાકાત લેતા એકઝીબીટર્સને સારી ઇન્કવાયરી જનરેટ થઇ

ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ અને સ્ટાર્ટ–અપ્સને ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું : આશીષ ગુજરાતી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૮, ૯, ૧૦ અને ૧૧ એપ્રિલ, ર૦રર ના રોજ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦રર’ પ્રદર્શનનું આજે સમાપન થયું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ પ્રદર્શનમાં ચાર દિવસ દરમ્યાન બોઇસર, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, લખનઉ, ઉદયપુર, અલ્હાદાબાદ, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, ધુળે, દોંડાઇચા, માલેગાંવ, નાસિક, નવાપુર, અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાવનગર, ભરૂચ, વડોદરા, ગાંધીનગર, હાલોલ, જામનગર, વલસાડ, રાજકોટ, સેલવાસા, વ્યારા વિગેરે શહેરોમાંથી બાયર્સ મુલાકાતે આવ્યા હતા. ઉદ્યોગ પ્રદર્શનમાં પહેલા દિવસે ર૧૮૭, બીજા દિવસે ૪૪૭૬, ત્રીજા દિવસે પ૩૪૩ અને ચોથા દિવસે ૩૦પ૪ બાયર્સ મળી કુલ ૧પ હજારથી વધુ બાયર્સ મુલાકાતે આવ્યા હતા. આથી એકઝીબીટર્સને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઉદ્યોગ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, જીઆઇડીસી, ટોરેન્ટ, જીઆઇડીબી, ઇન્ડેક્ષ્ટબી, એનટીપીસી) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસિસ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ બધા સેકટરમાં ઇન્કવાયરી જનરેટ થઇ હતી. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. જેને કારણે ભવિષ્યમાં તેઓને સારો બિઝનેસ મળવાની આશા વ્યકત કરવામાં આવી છે.

ચેમ્બર દ્વારા સ્ટાર્ટ–અપ્સને ‘ગો ટુ માર્કેટ’ની તક આપવાના હેતુથી ઉદ્યોગમાં સ્પેશિયલ સ્ટાર્ટ–અપ પેવેલિયન બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર્ટ–અપ્સ દ્વારા જુદા–જુદા ક્ષેત્રે ઇનોવેટ કરવામાં આવેલી પ્રોડકટ પ્રદર્શિત કરવામાં આવી હતી, જ્યાં તેઓને ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button