વિકાસશીલ ભારત વિષય પર વક્તવ્ય આપીને વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટે નોન સ્ટોપ વક્તવ્ય આપીને ગીનીસ બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિકાસશીલ ભારતીય વિષય પર વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. શનિવારે સવારે વક્તવ્યની શરૃઆત થઇ હતી. વિકાસશીલ ભારત પર વક્તવ્ય આપવા માટે દેશભરમાંથી લોકો આવ્યા હતા.
દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોરથી પણ વક્તાઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. રમઝાન માસ હોવા છતાં 25 મુસ્લિમોએ વિકાસશીલ ભારત વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના પૂજા પિયુષ વ્યાસે જણાવ્યું કે અમે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવયો છીએ તેની અમને ખૂબ ખુશી છે .
ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વિકાસની હરણફાળ ભરી છે. 300થી વધારે વિષય પર ત્રણ મિનિટથી વધુ સમય સુધી દરેક વક્તા બોલ્યા હતા. સામાન્ય રીતે િવકાસની વાતો માત્ર સરકાર કરે છે પરંતુ અમારા કાર્યક્રમમાં લોકોએ વિકાસની વાતો કરી હતી. તેમણે વિકાસ અંગે પોતાનો અભિગમ રજૂ કર્યો હતો.
કાર્યક્રમની શરૃઆત શનિવારે સવારે આઠ વાગ્યાથી થઈ હતી. લોકોમાં ખૂબ ઉત્સાહ હતો. કેટલાક ઉત્સાહી લોકો વહેલી સવારે છ વાગ્યે કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા.
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પટેલ સહિતના રાજકીય આગેવાનો આવ્યા હતા. લોકોએ વંદેમાતરમ અને ભારત માતાકી જયના નારાઓ સાથે પોતાના વક્તવ્યની શરુઆત કરી હતી. દરેક વક્તવ્યમાં દેશભક્તિની ભાવના હતી.