સ્પોર્ટ્સ
અન્ડર – 16 વિજય મર્ચન્ટ ટ્રોફીની ફાઇનલ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર રમાશે

સુરતઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ બીસીસીઆઈના ઉપક્રમે રમાઈ રહેલ અન્ડર – 16 વિજય મર્ચન્ટ ટ્રોફીની ફાઇનલ મેચ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર શુક્રવાર તારીખ 24/01/2025 ના રોજ સવારે 9:30 વાગે પંજાબ અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાશે. ચાર દિવસ રમાનાર મેચના અંતે વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે.
આ મેચ સ્પોર્ટ્સ 18 અને જીઓ સિનેમા પર લાઈવ આવનાર છે. આ મેચને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રેક્ષકો વિનામૂલ્યે આ મેચની મજા માણી શકશે.
આ મેચ દરમિયાન બીસીસીઆઈના જનરલ મેનેજર તેમજ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અભય કુરુવિલા પણ હાજર રહેવાના છે.