એજ્યુકેશન

DPS ઈસ્ટ ખાતે ત્રિ-દિવસીય “કેલોરેક્સ સ્વાસ્થ્ય ઉત્સવ”ની ઉજવણી

આ કાર્યક્રમ ભારતીય જ્ઞાન પ્રણાલીની ઉજવણી કરે છે

દિલ્હી પબ્લિક સ્કૂલ ઈસ્ટ અમદાવાદ ખાતે ત્રણ દિવસીય “કેલોરેક્સ સ્વાસ્થ્ય ઉત્સવ – પ્રકૃતિ ઔર જીવન કા ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે  દસક્રોઈના ધારાસભ્ય  બાબુભાઈ જે પટેલ સહિત નજીકના 12 ગામોના જિલ્લા સભ્યો અને સરપંચો હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમ ભારતીય જ્ઞાન પ્રણાલીની ઉજવણી કરે છે, જેમાં આયુર્વેદ, યોગ અને સંગીત ઉપચારને આધુનિક સારવારના કુદરતી અને અસરકારક વિકલ્પો તરીકે ભાર મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તમામ મુલાકાતીઓ માટે ખુલ્લો છે, અને તમામ ઉંમરના લોકો માટે આરોગ્ય તપાસ, ઇન્ટરેક્ટિવ વર્કશોપ, યોગ સેશન્સ, સાત્વિક ફૂડ સ્ટોલ, મનોરંજક રાઇડ્સ અને આકર્ષક પ્રવૃત્તિઓનો આનંદ માણવા મળશે.

આ કાર્યક્રમ 24 થી 26 જાન્યુઆરી  સુધી સવારે 9:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.  માનસિક અને શારીરિક સુખાકારી સાથે સર્વાંગી સ્વાસ્થ્ય વિશે મુલાકાતીઓ માહિતી પ્રાપ્ત કરી શકાશે. આ કાર્યક્રમ દિલ્હી પબ્લિક સ્કૂલ ઇસ્ટ, હાથીજણ-મહેમદાવાદ રોડ, ક્રોસ રોડ, હીરાપુર ખાતે યોજાયેલ છે. આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન ‘ઓન સ્પોટ રહશે’ .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button