ધર્મ દર્શન

રાંદેર રોડ કોર્ટયાકનગરમા આજથી કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 825 મી રામકથાનો મંગલ આરંભ થશે

રાષ્ટ્રસેના દ્વારા આયોજીત કોર્ટયાકનગરમા D89 ભાવેશભાઈ મુકેશભાઈ પટેલના નિવાસસ્થાને કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 825 મી રામકથાનો મંગલમય આરંભ થશે .જેનું દીપ પ્રાગટય દેવનારાયણ ગૌધામ મોતા ના તારાચંદ બાપુ, પદ્મશ્રી કનુભાઈ ટેલર,માધવજીભાઈ પટેલ લેન્ડ માર્ક,સામાજિક અગ્રણી પ્રદ્યુમનસિંહજી જાડેજા,દીપક કાશીરામભાઈ રાણા ના વરદ હસ્તે કરવામાં આવશે.

રાષ્ટ્રસેના અધ્યક્ષ અને શ્રીરામકથાના આયોજક વિનોદ જૈને જણાવ્યુંકે, દરરોજ બપોરે 3 થી 6 ચાલનારી આ શ્રીરામકથામા દરરોજ સાંજે 108 દિવડાની મહા આરતી ઉતારવામાં આવશે. કથા દરમિયાન રાજકીય,સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જ્યારે દરરોજ સવારે 8 થી 12 શ્રી કામધેનુ રૂપરજત ગૌશાળા, શ્રી મેરુલક્ષ્મી મંદિરની બાજુમાં, તારવાડી રાંદેર રોડ ખાતે નવચંડી યજ્ઞ થશે. રાષ્ટ્ પ્રેમ અને રાષ્ટ્ર ચેતના જગાડવા માટે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાના પદાધિકારીઓની નિમણૂક દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ બી.એન.જોષી દ્વારા કરવામા આવશે. કથા દરમિયાન શિવ પાર્વતી વિવાહ,રામ જન્મ,સીતારામ વિવાહ,કેવટ પ્રસંગ, ભરત મિલાપ,રામેશ્વર પૂજા,રામરાજ્યભિષેક વગેરે ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવશે.

કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ” અષાઢી નવરાત્રિ અનુષ્ઠાન મા યોજાયેલી આ રામકથા ગૌશાળા ના લાભાર્થે અને ગાયો ના ઘાસચારા ને માટે યોજવામા આવી છે.જે સદભાગી હશે તેજ સહભાગી થશે.આ રામકથા મા રાંદેર,જહાંગીરપુરા,પાલનપુર પાટિયા, રામનગર,અડાજણ,ગોરાટ ના ભક્તો આ કથા શ્રવણ નો લાભ લેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button