ધર્મ દર્શન

હનુમાન ચાલીસાના વિરોધ કરનારાએ ઘરે બેસવાનો વારો આવ્યો: કથાકાર પ્રફુલ શુક્લ

અષાઢના આરંભ સાથે સુરતમાં પ્રફુલભાઇ શુકલની રામકથાનો ભવ્ય આરંભ : પહેલા દિવસે રામકથાનો મહિમા વર્ણવ્યો

એક તરફ સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજીબાજુ સુરતમાં રાંદેર વિસ્તારમાં સાંજે રાષ્ટ્રસેના દ્વારા આયોજીત રામકથામાં કથાકાર પ્રફુલભાઇ શુકલની વાણીનો વરસાદ વરસ્યો હતો. વ્યાસપીઠ પરથી પ્રફુલભાઈજીએ રામકથાનો મહિમાગાન કરવા સાથે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકારણ પર પણ શબ્દબાણ ચલાવ્યા હતા.

“હનુમાન ચાલીસાનો વિરોધ કરનારાએ ઘરે બેસવાનો વારો આવ્યો છે. ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. હનુમાનનો વિરોધ કરનારની સત્તા ટકતી નથી.” આ શબ્દો
રાંદેરના કોર્ટયાકનગરમા વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઇ શુકલએ કહ્યા હતા. અને એ સાથે જ શ્રોતાઓએ ટાળીઓનો વરસાદ કરી દીધો હતો.

અષાઢ મહિનાના આરંભ સાથે શરૂ થયેલી રામકથાના પ્રથમ દિવસે ગુરુવારે પ્રફુલભાઈજીએ રામકથાનો મહિમા ગાયો હતો. અને કથાના આયોજનનો હેતુ જણાવતા કહ્યું હતું કે ” રાષ્ટ્રસેના રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરતી સંસ્થા છે. રાષ્ટ્વાદી વિચાર ધરાવતા બધા જ એના સભ્યો છે.

આ સંસ્થા હિન્દૂ સંસ્કૃતિને બચાવવાના પ્રયાસ સાથે ગાયોને બચાવવાનું પણ ઉમદા કાર્ય કરે છે. ગૌશાળાના લાભાર્થે જ આ કથાનું આયોજન થયું છે. કથામાં જે ફંડ એકત્ર થશે એ ગૌ શાળા માટે વપરાશે.” કથાના અંતે 108 દીવડાની ભવ્ય આરતી થઈ હતી. જેના દર્શન કરી શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી. કથામાં આજે શુક્રવારે બીજા દિવસે શિવ પાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાશે.

આજની કથા પૂર્વે ભાવેશભાઈ મુકેશભાઈ પટેલના નિવાસેથી ક્રિષ્નાબેન ભાવેશભાઈ પટેલ દ્વારા પોથી યાત્રા સંપન્ન થઈ હતી. દીપ પ્રાગટય પૂ.તારાચંદ બાપુ (દેવનારાયણ ગૌ ધામ મોતા), મહેન્દ્રભાઈ કતારગામવાળા , પદ્મશ્રી કનુભાઈ ટેલર , પદ્યુમ્નસિંહ જાડેજા , દીપકભાઈ કાશીરામ રાણા , અનિલભાઈ બિસ્કિટવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રી. બી.એન જોષી (દક્ષિણ ગુજરાત રાષ્ટ્ર સેના પ્રખંડ પ્રમુખ ), હરિમોહન તિવારી , આહવા આંબાપાડાથી બાપા સીતારામ પરિવારના ભારતીબેન ગાયકવાડ , હેમલતા પટેલ ,વાઘમારે સુમનબેન , રાઠોડ રમીલાબેન , પવાર જયવંતાબેન , વાડુ સુમનબેન , કટારીયા ગૌરાંગ , રામુભાઈ ગાંવીત , રામજીભાઈ ગામીત કથામાં ઉપસ્થિત રહ્યા હતા.

અષાઢી નવરાત્રીના પ્રથમ દિવસનો નવચંડી યજ્ઞ એડવોકેટ શ્રી પ્રણયભાઈ રાજપુત ઉધનાના યજમાન પદે સંપન્ન થયો હતો. રાષ્ટ્રસેના દ્વારા આયોજીત ગૌશાળા ના લાભાર્થે રામકથામાં દાતાઓ તરફથી યોગદાન ઘોષિત થયા હતા. કથા આચાર્ય કિશન દવે , ક્રિષ્ન શુક્લ , માક્ષિત રાજ્યગુરૂ અને ઋષિકુમાર ચિંતન જોષી દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ફેસબુક પર prafulbhai shukla bapu ID પર દરરોજ બપોરે ૩ થી ૬ રામકથા નું લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે.અને આ કથાનું ડી-લાઈવ પ્રસારણ પ્રણયભાઈ રાજપુત દ્વારા HIND TV પર બપોરે ૩ થી ૬ કરવામાં આવશે.

સવારે 8 થી 12 નવચંડી યજ્ઞ

રાષ્ટ્રસેના અધ્યક્ષ અને શ્રીરામકથાના આયોજક વિનોદ જૈને જણાવ્યુંકે, દરરોજ કથા બપોરે 3 થી 6 વાગ્યા સુધી કોર્ટયાકનગરમાં ચાલશે. જ્યારે દરરોજ સવારે 8 થી 12 વાગ્યે શ્રી કામધેનુ રૂપરજત ગૌશાળા, શ્રી મેરુલક્ષ્મી મંદિરની બાજુમાં, તારવાડી રાંદેર રોડ ખાતે નવચંડી યજ્ઞ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button