એજ્યુકેશન

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત” અને “સનરાઇજ શિક્ષણ સંસ્થાનના ” સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય શિક્ષણનો સમર કેમ્પનું સમાપન

કોરોના સમયગાળા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓનો પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહી ગયો છે, તેથી આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો / વિદ્યાર્થીઓ માટે ” જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સુરત” અને “સનરાઇજ શિક્ષણ સંસ્થાનના” સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય શિક્ષણનો સમર કેમ્પ અંતિમ બે મહિનાથી “સનરાઇજ શિક્ષણ સંસ્થાન” ઉધના ખાતે ચલાવામાં આવી રહ્યો હતો.

આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સુરતના  હરેશભાઈ વી. જોટાણીયા સાહેબ પૂર્ણ કલીન સચિવ અને અધિક સિનીયર સિવિલ જજ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક યોજનાઓ, સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ તથા મફત શિક્ષણ મેળવાનો અધિનિયમ -૨૦૦૫ વગેરે જેવા વિષયો પર સંબોધન કરી વિનામૂલ્ય શિક્ષણનો સમર કેમ્પ દરમ્યાન યોજવામાં આવેલ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને તથા તમામ સહભાગી વિદ્યાર્થાઓને શૈક્ષણિક સાહિત્ય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૨ દરમ્યાન લેવામાં આવેલ ધોરણ ૧૨ આર્ટસની પરીક્ષામાં મરાઠી માધ્યમમાં સમગ્ર રાજ્યમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી કુ.દિપીકાબેન રાજેશકુમાર શર્મા (PR.97.16) અને ધોરણ ૧૦ માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર કુમારી અશ્વિની સંતોષ સિતાફળને (PR.99.21) સચિવશ્રી અને અધિક સિનીયર સિવિલ જજશ્રીના હસ્તે “ ઉત્કૃષ્ટ વિદ્યાર્થી પુરસ્કાર-2022 ” આપી સન્માનિત કરી સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું

આ સમર કેમ્પમાં બાળકોને ગુજરાતી-મરાઠી બારાખડી, શુદ્ધલેખન, ઘડિયા, જોડણી, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી અંક વગેરે જેવું શિક્ષણની સાથે લખતા – વાંચતા આવડવું જોઈએ આ ઉદ્દેશથી બાળકોને ઉત્કૃષ્ટ ટ્રેનરો અને શિક્ષકો દ્વારા પ્રોજેક્ટરનો ઉપયોગ કરી , વિભિન્ન સ્પર્ધાઓં દ્વારા, રમત – ગમત દ્વારા , લેખીત તથા મૌખિક પ્રેક્ટીકલ સ્વરૂપે શિક્ષણ આપવામાં આવ્યું છે,

વિદ્યાર્થીઓંના સર્વાંગી વિકાસ માટે સામાજિક ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે- સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ,સુરતના પેનલ વકીલશ્રી ભારતીબેન મુખર્જી, રિલેશભાઈ લિંબાચીયા અને પ્રદિપભાઈ શિરસાઠ, કમલેશભાઈ શિરસાઠ ,કૌશલભાઈ બાગડ,રાહુલભાઈ પાટીલ,વિજયભાઈ મહાજન દ્વારા કાનૂની જાગૃતિ શિબિર અંતર્ગત વિભિન્ન વિષયો જેવા કે શિક્ષણનો અધિકાર અધિનિયમ – 2005, આપના હક્કો અને ફરજો,વ્હાલી દિકરી યોજના, સુકન્યા યોજના, અભયમ, એન્ટી ડ્રગ્સ,મોબાઇલનો સદઉપયોગ અને દુરુપયોગ , બાળ સુધાર ગૃહ , સાઇબર ક્રાઇમ વગેરે જેવા વિષયો સહ સરકારશ્રીની વિભિન્ન શૈક્ષણિક યોજનાઓની માહિતીનું માર્ગદર્શન આ સમર કેમ્પમાં સહભાગી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button