એલ.પી. સવાણી એકેડેમી વેસુ દ્વારા પુલવામાં એટેક શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગીલ વિજય દિવસનું નામ પણ રાખવામાં આવ્યું 26 july 1999 ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચોકી ની કમાન સાચવી જે પાકિસ્તાની ગુસ પેઢીઓ દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી કારગિલ યુદ્ધ 60 થી પણ વધુ દિવસ માટે લડવામાં આવ્યું હતું 26 જુલાઈ ના રોજ પૂરું થયું જેના પરિણામ સ્વરૂપે બંને દેશો ભારત અને પાકિસ્તાનના સેનાનું અંશ અને નુકસાન પછી આપણને કારગીલ પર કબજો કરી લીધો
કારગિલ યુદ્ધના નાયકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગીલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે આ દિવસ કારગીલ સેક્ટર અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવાય છે સાથે જ ભારતના પ્રધાનમંત્રી દર વર્ષે આ દિવસે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સાથે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે સહ શાસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસને સન્માન પુરવક યાદ કરવામાં આવે છે
પુલવામાં હુમલા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયો હતો જે આજે આતંકવાદી હુમલાની ચોથી વરસી છે ચાર વર્ષ પહેલાં આ દિવસે આપણા ટીવી સ્ક્રીન પર 40 સીઆરપીએફ અધિકારીઓની સહીદીના સમાચારે દેશને હચમચાવી નાખ્યા હતા એટલેજ આપણે સૌ ભારતીયો સાથે મળીને કારગીલ વિજય દિવસ મનાવિ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ
વેસુ સ્થિત એલ. પી. સવાણી એકેડમી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી ના રોજ યુવાધન જ્યારે વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં પુલવામાં એટેક દરમિયાન 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલ આતંકી હુમલા થી શહીદ થયેલા આપણા 40 શહિદ જવાનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.