ધર્મ દર્શન

રામકથા એ ભાતૃભાવનું ભાષાંતર છે : કથાકાર પ્રફુલભાઈ શુક્લ

આજે આઠમા દિવસે રામેશ્વરમ પૂજા ઉત્સવ મનાવાશે

સુરત, રામકથાના સાતમા દિવસે કથામાં ગંગા કિનારે પહોંચેલા રામ આગળ વધે છે અને ચિત્રકૂટ પહોંચે છે. વ્યાસપીઠ પરથી પ્રફુલ શુકલજી વનવાસ કથાનું વર્ણન કરતા કહે છે , ચિત્રકૂટમાં ભગવાનને ત્રણ પ્રકારના લોકો મળવા આવ્યાં.જેમાં બ્રાહ્મણ સાધુ સંતોને ભગવાન પ્રણામ કરે છે કેમ કે એ પરમાર્થ માટે આવ્યા હતાં . બીજા દેવતાઓ આવ્યા એમને માત્ર ખબર અંતર પૂછ્યા કેમ કે સ્વાર્થ લઈને આવ્યા હતા. જ્યારે ભીલ કિરાત ખારવા મળવા આવ્યા તો ભગવાન એમને ભેટે છે. કેમ કે એ નિસ્વાર્થ રીતે આવે છે.

બીજીતરફ સુમંત અયોધ્યા પહોંચે છે. અને પુત્રવિયોગમાં દશરથ રાજા પ્રાણ ત્યાગે છે. ભરત અને શત્રુઘ્ન મોસળથી પરત ફરે છે. કૈકેયી ઉપર ભરતનો ગુસ્સો અને મંથરા ઉપર શત્રુઘ્ન પ્રહારની કથા બાદ આખી અયોધ્યા ચિત્રકૂટ જવાનુ નક્કી કરે છે. સંત ભરતની અયોધ્યાથી ચિત્રકૂટની યાત્રા જીવની પ્રભુ સુધીની યાત્રાના પ્રતીક સમાન છે. ચિત્રકુટમાં રામ અને ભરતનું ભાવભીનું મિલન થાય છે.

આ અવસરે બાપુએ કહ્યું જે ‘રામકથા એ ભાતૃભાવનું ભાષાંતર છે.’ ચરણપાદુકા માથે ધરીને ભરતજી અયોધ્યા આવે છે. આ પ્રસંગે ભરતપાદુકા સુધાબેન મુકેશભાઈ પટેલ પરિવારને અર્પણ કરવામાં આવી હતી. આજની કથામાં વ્યાસપીઠ પરથી મહાકાળી માંનો ગરબો ગવાતા શ્રોતા બહેનોએ રાસ લીધો હતો. આઠમાં દિવસની કથામાં રામેશ્વરમ શિવલિંગની સ્થાપના અને પૂજન કરાશે.

આજનો નવચંડી યજ્ઞ શ્રીમતી રોનકબેન કેયુરભાઇ ધ્રુવ , જયશ્રીબેન જ્યંતીભાઈ પંડ્યા , કોમલબેન તરુણભાઈ હરસોરા દ્વારા સંપન્ન થયો હતો. આજનું દીપ પ્રાગટય રાજીવભાઈ શાહ (વ્યારા) અને મહેન્દ્રભાઈ પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું. પાચાભાઈ વઘાસિયા , ઘનશ્યામભાઈ રૂપારેલીયા દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતું.

વ્યારામાં એકચક્રી શાસન કરનાર જનક જૂથના શ્રી રાજુભાઇ શાહને તાપી જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. રાષ્ટ્રસેના અધ્યક્ષ વિનોદ જૈને તેમને ખેસ પહેરાવી તેઓનું સ્વાગત કર્યું હતું.

આજની કથાની રત્નકણિકા

– જેનામાં માણસાઈ હશે એ રામકથાનો અધિકારી
– જન્મ-મૃત્યુ, લાભ-હાનિ, હરખ-શોક પ્રભુ પર છોડી દો
– વધુ મમત્વ રાખવાથી દુઃખ મળે છે
– વિરોધ કરનારા સાથ આપે એટલે રામકૃપા વરસવાની
– તાપીને સ્વચ્છ રાખો અને કચરો ન ઠાલવો એ તાપીની પૂજા જ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button