ધર્મ દર્શન

રાષ્ટ્રસેના ના દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ તરીકે પ્રિસિપાલ બી.એન.જોષી ની વરણી કરાઈ

  1. સુરત તાડવાડી મેરુલક્ષ્મી મંદિર ની સામે ગુર્જર ક્ષત્રિય સમાજ ની વાડી મા ગૌ શાળા ના લાભાર્થે યોજાનારી કથાકાર પ્રફુલભાઇ શુકલની રામકથા અને અષાઢી નવરાત્રી અનુષ્ઠાન માટે આજે મિટિંગ યોજાઈ હતી

જેમા રાષ્ટ્રસેના ગુજરાત અધ્યક્ષશ્રી વિનોદભાઇ જૈન, વિજયભાઈ ગોસ્વામી,ભાવેશભાઈ મુકેશભાઈ પટેલ, રોહિતભાઈ બિસ્કીટવાલા,અનિલભાઈ બિસ્કિટવાલા, ઘનશ્યામભાઈ રૂપારેલીયા,પાચાભાઈ વઘાસિયા,પ્રિન્સિપાલ કે.ટી.પટેલ,પ્રિન્સિપાલ બી.એન.જોષી, જીજ્ઞેશભાઈ પટેલ (સાઈ પૂજન),વસુમતીબેન મિસ્ત્રી, મહિલા ગાયત્રી પરિવાર,કૈલાશબેન ગૌસ્વામી, ગીતાબેન ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્ર સેના ના દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ તરીકે કિલ્લા પારડીના પ્રિન્સિપાલ બી.એન.જોષી ની નિમણૂક કરવામા આવી હતી જેમા વલસાડ,ડાંગ,નવસારી,તાપી, સુરત,ભરૂચ અને નર્મદા જિલ્લા નો સમાવેશ થાય છે, ”

જીયેંગે તો રાષ્ટ્ર કે લિયે ઓર મરેગે તો ભી રાષ્ટ્ર કે લિયે” એ સૂત્ર પર આધારીત સ્થપાયેલી રાષ્ટ્સેના સમગ્ર દક્ષિણ ગુજરાતમા પ્રિન્સિપાલ બી.એન.જોષીના પ્રમુખપણા હેઠળ વધુ અસરકારક રીતે કાર્યાન્વિત થશે તેમાં બેમત નથી.

આજની સભામાં નવ દિવસ ના નવચંડી યજ્ઞના યજમાનો નિયુક્ત કરવામા આવ્યા હતા.બાપુનો ઉતારો કોર્ટયાકનગર ભાવેશભાઈ મુકેશભાઈ પટેલ ના નિવાસસ્થાને થી 30 તારીખે બપોરે 2 વાગ્યે પોથીયાત્રા પ્રસ્થાન થશે.તાડવાડી મા યોજાયેલી રામકથા ના આયોજન થી અડાજણ,રાંદેર,જહાંગીરપુરા,પાલનપુર પાટિયા,મોરા ભાગળ સહિત સમગ્ર સુરત પશ્ચિમ વિસ્તારમા આનંદની લાગણી પ્રસરી ગઈ છે.આભારવિધિ રાષ્ટ્રસેનાના ગીતાબેન ઇટાલિયા દ્વારા કરવામા આવી હતી.અલ્પાહાર સાથે આ મિટિંગ ને વિરામ અપાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button