ફોગવા ના કાર્યાલય પર વીજ કંપની દ્વારા વધારવા માં આવેલ Fuel charges તથા માંગવા માં આવતી Security Deposite અંગે ઉગ્ર ચર્ચા થઇ
આજરોજ ફોગવા ના કાર્યાલય પર ફોગવા ના પ્રમુખશ્રી અશોકભાઈ જીરાવાલા ની આગેવાની માં શ્રી રસિકભાઈ કોટડીયા, બાબુભાઇ સોજીત્રા, સુરેશભાઈ શેખલીયા, ચેતનભાઈ રામાણી, પંકજ ભાઈ પનસરી, વિજયભાઈ માંગુકિયા અને સંજયભાઈ દેસાઈ ની ઉપસ્થિતી માં એક અગત્ય ની મિટિંગ નું આયોજન કરવા માં આવેલ હતું.
આ મિટિંગ માં વીજ કંપની દ્વવારા વધારવા માં આવેલ Fuel charges તથા વીજ કંપની દ્વારા માંગવા માં આવતી Security Deposite અંગે ઉગ્ર ચર્ચા થઇ હતી.
ગુજરાત ની વિવિધ વીજ કંપનીઓ દ્વારા વીજબિલ માં સખ્ત વધારો કરવા માં આવ્યો છે જે હાલની વેપાર ઉદ્યોગ ની પરિસ્થિતિ માં અસહ્ય છે.હાલ વેપાર ઉદ્યોગ ખુબજ ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહીઓ છે.
ઉદ્યોગ હાલ માં કાચી ખોટ કરી કામદારોને રોજીરોટી આપી રહ્યો છે અને મહા મુશ્કેલી થી બેન્કો ના વ્યાજ -હપ્તા ભરી રહ્યો છે. વીજ કંપની દ્વારા છેલ્લા ૬ મહિના માં ધીરે ધીરે કરી ને 0.50 પૈસા જેટલો વધારો કરાવમાં આવેલ છે.ભાવ વધારા ની વિગત આ સાથે જોડેલ છે.
આવી વિકટ પરિસ્થિતિ માં વીજ કંપનીઓ દ્વારા કરવા માં આવેલ ભાવ વધારો પાછો ખેંચવા માં ના આવે તો ફોગવા દ્વારા આની સામે વિરોધ નોંધાવી ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવા માં આવશે.
તદુપરાંત વીજ કંપનીઓ દ્વારા સમયસર બીલો ભરતા ગ્રાહકો ને પણ Security Deposite અંગે ની નોટિસ ફટકરવા માં આવી રહી છે જે ગેરવ્યાજબી છે. આ બધા પ્રશ્નો ની ગાંધી ચિંધ્યા માર્ગે લડતની પૂર્વતૈયારી અને આગોતરા આયોજન ની રણનીતિ નક્કી કરવામા આવી હતી
આ મિટિંગ માં તાઃ 13ઓગસ્ટ થી 15ઓગસ્ટ દરમ્યાન થનાર ફેબ્રિક્સ એક્સહિબીશન ની જોરદાર સફળતા માટે પૂર્વતૈયારી અને આગોતરા આયોજન ની રણનીતિ નક્કી કરવા માં આવી હતી. આ મિટિંગ માં બધીજ સોસાયટી ના પ્રમુખશ્રીઓ તથા ફોગવાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.