બાગાયતી પાકો ના ખેડૂતોને માર્ગદર્શન કરવામાં આવ્યું
સુરત:સોમવારઃ બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્ય વર્ધન વિષયે એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ગામમાં માં રેવા સાંસ્કૃતિક ભવન ખાતે “બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષય ઉપર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
જેમાં સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના ૩૦૦ ખેડૂતોએ ભાગ લીધેલ. શ્રી. એન.એન. પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી, સુરત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. નવસારી કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી બી.એમ.ટંડેલ, મદદનીશ વૈજ્ઞાનિક જે.એમ. માયાણી દ્વારા બાગાયતી ફળોની ખેતી અને મૂલ્યવર્ધન વિશે માહિતી પૂરી પાડવામાં આવી.
બાગાયત નિયામકપી. એમ. વઘાસિયા દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન આપી બાગાયત ખાતાની નવી યોજનાઓ કોમ્પ્રીહેંસિવ હોર્ટીકલ્ચર, કમલમ ફળ અને મધમાખી પાલન વિશે ખેડૂતોને ઓનલાઈન માધ્યમથી ખેડૂત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી.
આ સેમિનારમાં કે. વી. પટેલ, સંયુક્ત ખેતી નિયામક,સુરત, નિકુંજભાઈ નાવડિયા, મેન્યુફેક્ચરર અને એક્સપોટર ઓફ ફ્રિઝ ડ્રાઈંગ, પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ ગોધાણી, બગુમરા સરપંચ શ્રીમતી નીલાબેન શૈલેષભાઈ પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રસંગોચિત માર્ગદર્શન આપવામાં આવ્યુ. બપોર બાદ ખેડૂતો ને બગુમરા ખાતે ભરતભાઈ ગોધાણી નાં “ઓતીબા” ડ્રેગન ફ્રૂટ ફાર્મ ની મુલાકાત કરાવવામાં આવી.