ટેકનોલોજીબિઝનેસ

સોની ઈન્ડિયાએ વિશ્વનો સૌપ્રથમ ફુલ-ફ્રેમ ઇમેજ સેન્સર કેમેરા Alpha 9 III લોન્ચ કર્યો

જે પ્રતિ સેકન્ડમાં 120 વખત AF/AE ફોકસ ગણતરીઓ સાથે AI ઓટોફોકસ ધરાવે છે

સુરત:– સોની ઈન્ડિયાએ આજે વિશ્વના પ્રથમ ફુલ-ફ્રેમ ગ્લોબલ શટર ઈમેજ સેન્સર ધરાવતો અભૂતપૂર્વ નવો Alpha 9 III કેમેરા રજૂ કર્યો હતો. પ્રભાવશાળી નવું ગ્લોબલ શટર ફુલ-ફ્રેમ ઈમેજ સેન્સર કેમેરાને કોઈ વિકૃતિ કે કેમેરા બ્લેકઆઉટ વિના 120 એફપીએસસુધીની ઝડપી સ્પીડ પર શૂટ કરવા સક્ષમ બનાવે છે. સોનીની અત્યાર સુધીની સૌથી એડવાન્સ્ડAF સિસ્ટમ સાથે આ નવીન સેન્સરને જોડીને (જે પ્રતિ સેકન્ડમાં 120 વખત AF/AE ફોકસ ગણતરીઓ સાથે AI ઓટોફોકસ ધરાવે છે) તેમજ તમામ શૂટિંગ ઝડપે ફ્લેશ સિંક કરવાની ક્ષમતા સાથેAlpha 9 IIIપ્રોફેશનલ ફોટોગ્રાફરો માટે તે નિર્ણાયક ક્ષણને કેપ્ચર કરવા માટે સંભાવનાઓની નવી દુનિયા ખોલે છે. Alpha 9 III Camera- શ્રેષ્ઠ કિંમત (રૂ. માં)- 529,990/-.

નવોAlpha 9 III એ નવા વિકસાવેલા વિશ્વના પ્રથમ ગ્લોબલ શટર પૂર્ણ ફ્રેમ સ્ટેક્ડ CMOS ઇમેજ સેન્સર સાથે લગભગ 24.6 અસરકારક મેગાપિક્સલ અને બિલ્ટ-ઇન મેમરી, લેટેસ્ટઇમેજ પ્રોસેસિંગ એન્જિન BIONZ XR® સાથે જોડાયેલો છે. તે લગભગ 120 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડ 4 સુધીની AF/AE ટ્રેકિંગ સાથે બ્લેકઆઉટ-ફ્રી સતત શૂટિંગ સ્પીડ પ્રાપ્ત કરે છે. નવોAlpha 9 III હાઇ ડેન્સિટી ફોકલ પ્લેન ફેઝ ડિટેક્શન AFથી સજ્જ છે. નિયુક્ત AI પ્રોસેસિંગ યુનિટ ખૂબ જ ચોકસાઇ સાથે વિવિધ વસ્તુઓને ઓળખવા માટે રીઅલ-ટાઇમ રેકગ્નિશન AF (ઓટોફોકસ)નો ઉપયોગ કરે છે. અત્યંત સચોટ સબ્જેક્ટ રેકગ્નિશન પર્ફોર્મન્સ સાથે 120 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડ સુધીના હાઇ-સ્પીડ પર્ફોર્મન્સને જોડીને એવા નિર્ણાયક સીન અને ક્ષણોને સરળતાથી ફોટોગ્રાફ કરવાનું શક્ય છે જેને નરી આંખે કેપ્ચર કરી શકાતા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button