ટેકનોલોજીબિઝનેસ

સેમસંગએ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ડીસ્પ્લે, એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની 4 જનરેશન્સ, સિક્યોરિટી અપડેટ્સના 5 વર્ષો અને 6000mAh બેટરી સાથે Galaxy F15 5Gને બજારમાં મુક્યો

ઉપભોક્તાઓ બેન્ક કેશબેક અથવા રૂ. 1000નું અપગ્રેડ બોનસ મેળવી શકે છે

સુરત – ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ Galaxy F15 5Gને બજારમાં મુકવાની ઘોષણા કરી છે જે વપરાશકર્તાઓને સેગમેન્ટમાં વિશિષ્ટ ફીચર્સ ધરાવતો ચડીયાતો સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે જે તેને અગાઉના મોડેલોથી અલગ બનાવે છે. Galaxy F15 5G સેગમેન્ટમાં શ્રેષ્ઠ એવી 6000mAh બેટરી અને અન્ય સેગમેન્ટમાંના ફીચર્સ જેમ કે sAMOLED ડીસ્પ્લે, એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને સિક્યોરિટીના પાંચ વર્ષ પણ ધરાવે છે જે વપરાશકર્તાઓ અદ્યતન ફીચર્સ અને આગામી વર્ષોમાં વિસ્તરિત સિક્યોરિટી મેળવી શકે તેની ખાતરી રાખે છે.

અમારી સૌપ્રથમ Galaxy F seriesના Galaxy F15 5G સાથે અમે અમારા ગ્રાહકોને શક્તિશાળી ડિવાઇસ સાથે સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે. Galaxy F15 5G અમારી અર્થપૂર્ણ નવીનતાની અડગ નવીનતાને સ્રાર્થક કરે છે, જે વપરાશકર્તાઓને તેમની સંપૂર્ણ તકો શોધી કાઢવા માટે સક્ષમ બનાવે છે,એમ સેમસંગ ઇન્ડિયાના MX બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ આદિત્ય બબ્બરએ જણાવ્યું હતુ.

સેગમેન્ટના અસંખ્ય વિશિષ્ટ ફીચર્સ જેમ કે AMOLED ડીસ્પ્લે સાથે એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને સિક્યોરિટી અપડેટ્સના પાંચ વર્ષ સહિત સેગમેન્ટમાં શ્રેષ્ઠ 6000mAh બેટરી સાથે અમે Galaxy F15 5G દ્વારા ખાસ કરીને Gen Z જનરેશન કે જે ઝડપી જીવન જીવે છે તેવા વપરાશકર્તાઓ આનંદપૂર્ણ અનુભવની ખાતરી રાખીએ છીએએમ તેમણે ઉમેર્યુ હતુ.

ડિઝાઇન અને ડીસ્પ્લે

Galaxy F15 5G પ્રિમીયમ સિગ્નેચર Galaxy દેખાવ, ખુબસૂરત લાવણ્ય અને અદ્યતનતા ધરાવે છે. Galaxy F15 5Gમાં સેગમેન્ટનો વિશિષ્ટ 6.5” sAMOLED ડીસ્પ્લે જોવાના તરબોળ અનુભવ પૂરો પાડે છે, sAMOLED ડીસ્પ્લે સાથે ખાસ કરીને ભારે સૂર્યપ્રકાશમાં સોશિયલ મીડિયા ફીડ્ઝ મારફતે સ્ક્રોલીંગ ટેક-સેવી Gen Z અને યુવા ગ્રાહકો માટે એક લહેર સમાન છે. એશ બ્લેક, ગ્રૂવી વાયોલેટ અને જેઝી ગ્રીનમાં ઉપલબ્ધ Galaxy F155G પ્રત્યેક જીવનશેલીને અનુરૂપ થાય તેવી પસંદગી પૂરી પાડે છે.

બેટરી

ગેલેક્સી F15 5G સેગમેન્ટમાં શ્રેષ્ઠ 6000 mAh બેટરી સાથે આવે છે જે તમારા સ્માર્ટફોનને બે દિવસ સુધી પાવર પૂરો પાડે છે, જે વપરાશકર્તાઓને તેમના લોકપ્રિય મનોરંજનની ઉજવણી કરવાની મંજૂરી આપે છે. વધુમાં 25W સુપર ફાસ્ટ ફીચર્સ ડિવાઇસ પુનઃ પાવર પ્રાપ્ત કરે તેની ખાતરી કરે છે, જે આખા દિવસ તમને જોડાયેલા અને ઉત્પાદકીય રાખે છે.

પ્રોસેસર

સેગમેન્ટના વિશિષ્ટ પ્રભાવશાળી ફીચર્સ સાથે, Galaxy F15 5G મીડિયાટેક ડાયમેન્સિટી 6100+ ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે જરૂરી કાર્યોને સરળતા સાથે કરવામાં સક્ષમ છે. વધુમાં, તે RAM પ્લસ સુવિધા સાથે આવે છે, જે 12 GB સુધીની વધારાની વર્ચ્યુઅલ રેમ પ્રદાન કરે છે. આ સરળ એપ્લિકેશન કામગીરીને સુનિશ્ચિત કરે છે અને વપરાશકર્તાઓ માટે ઉપકરણની અસંખ્ય કાર્યોની ક્ષમતાઓને વધારે છે.

કેમેરો

ઝડપી અથવા અસ્થિર હલનચલનથી ઉદભવતા વીડિયોમાં અસ્પષ્ટતા અથવા વિકૃતિ ઘટાડી શકાય તે માટે Galaxy F15 5G વિડિયો ડિજિટલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (VDIS) સાથે 50MP ટ્રિપલ કૅમેરા સેટઅપ ધરાવે છે કરે છે. Galaxy F15 5Gમાં ઝડપી અને સ્પષ્ટ સેલ્ફી માટે 13MP ફ્રન્ટ કેમેરા પણ છે.

ફ્યુચર રેડી

સેગમેન્ટ માટેના પ્રશમ ફીચર્સમાં Galaxy F15 5G એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને પાંચ વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મેળવશે, જે વપરાશકર્તાઓ અદ્યતન ફીચર્સને અને ભવિષ્યમાં વિસ્તરિત સુરક્ષાનો લાભ માણે તેની ખાતરી રાખવામાં આવી છે.

મેમરી, વેરિયાંટ્સ, કિંમત, અપલબ્ધતા અને ઓફર્સ

ત્રણ આકર્ષક કલર્સ જેમ કે – એશ બ્લેક, ગ્રૂવી વાયોલેટ અને ઝેઝી ગ્રીનમાં ઉપલબ્ધ– Galaxy F15 5G બે સ્ટોરેજ વેરિયાંટ્સ જેમ કે 4GB+128GB અને 6GB+128GBમાં આવે છે. તે ફ્લિપકાર્ટ, Samsung.com અને પસંદગીના સ્ટોર્સ પર 11 માર્ચથી ઉપલબ્ધ બનશે.

સૌપ્રથમ વખત ફ્લિપકાર્ટ પર Galaxy F15 5G માટે વહેલાસરનું વેચાણ આજથી 4 માર્ચે, સાંજના 7 કલાકથી શરૂ થાય છે. જે પભોક્તાઓ વહેલાસરમાં Galaxy F15 5G ખરીદશે તેમને રૂ. 1299નું સેમસંગ ટ્રાવેલ એડેપ્ટર ફક્ત રૂ. 299માં મળશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button